________________
યંત્રને મહિમા
૧૫૧ ભાગમાં કેટલાક સાહસપૂર્ણ પ્રવાસ પણ કર્યા છે, ત્યારે આ વિષયની જિજ્ઞાસા અમુક અંશે તૃપ્ત થઈ છે. યંત્રની ઉપયોગિતા ?
યંત્ર એ મંત્રશાસ્ત્રનું એક મહત્વનું અંગ છે. મંત્રદેવતાની પૂજા કરવી હોય, ત્યારે તેને વિશિષ્ટ પ્રકારે ઉપયોગ કરે પડે છે. એ સિવાય મંત્રમૈતન્ય જાગૃત થતું નથી. વિશેષમાં મંત્રવિશાએ કહ્યું છે કે “રેમોર્ચામાં ચન્દ્રવતયોતથા–જેમ દેહ અને આત્મા ઓતપ્રેત હોવાથી તેમાં અભેદ પ્રવર્તે છે, તેમ યંત્ર અને મંત્રદેવતાની બાબતમાં સમજવું. તાત્પર્ય કે જે યંત્ર છે, તે મંત્રદેવતા છે. મંત્રદેવતામાં અને યંત્રમાં કઈ ભેદ નથી.
આપણે પંચપરમેષ્ઠીની પૂજા કરવી હોય તે નવપદજીના યંત્રની પૂજા કરીએ છીએ, એ વસ્તુ આ વિષયમાં પ્રમાણ– રૂપ છે. વળી ઋષિમંડલ વગેરે મંત્રોનું પૂજન પણ આપણે તેમને સાક્ષાત્ મંત્રદેવતા માનીને જ કરીએ છીએ અને તેમને અલૌકિક પ્રભાવ અનુભવીએ છીએ. જેઓ યંત્રને પાષાણનો પટ, વસ્ત્રને ટૂકડો કે માત્ર ચિતરેલો કાગળ જ સમજે છે, તેમને એમને દૈવી પ્રસાદ પ્રાપ્ત થઈ શકતો નથી. યંત્રને મંત્રરાજ વગેરે માનાર્ડ શબ્દોથી સંબોધવામાં આવે છે, તેનું કારણ પણ આ જ છે.
યંત્રને આ અપૂર્વ મહિમા હેવાથી જ કેટલાંક સ્થાનમાં તેની દેવતા તરીકે પ્રતિષ્ઠા થાય છે અને તેનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ગુજરાતની ઉત્તર સરહદ