________________
યંત્રને મહિમા
૧૫૩ આ રીતે યંત્રની અનેકવિધ ઉપયોગિતા છે, તેથી જ પાઠકેએ તેના વિષે બને તેટલી માહિતી મેળવી લેવાની જરૂર છે. યંત્રની આકૃતિઓ :
મંત્રમાં શબ્દ પ્રધાન છે, તેમ યંત્રમાં આકૃતિ અને ગોઠવણ પ્રધાન છે.
યંત્રમાં આકૃતિ સેંકડો પ્રકારની હોય છે. વધારે સ્પષ્ટ કહીએ તે મનુષ્યની કલ્પનામાં જેટલી આકૃતિઓ ઉદ્દભવી શકે તે બધી આકૃતિઓ યંત્રમાં જોવામાં આવે છે. જે યંત્રોનું એક સુંદર સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું હોય, તે અમે માનીએ છીએ કે ચિત્રકારોને, ભાત (Designs) બનાવનારાઓને, શિલ્પીઓને તથા સ્થપતિઓને નવા નવા આકારની શોધમાં અન્ય કોઈ સ્થળે જવું ન પડે.
જેને આજે ભૌમિતિક આકારે (Geometrical forms) કહેવામાં આવે છે, તે બધા જ યંત્રમાં નજરે પડે છે. દાખલા તરીકે શક્તિના યંત્રે ત્રિકોણગર્ભિત હેય છે અને તેના ભૂપુરે (યંત્રને બંધ કરતી બહિરેખા) પ્રાયઃ ચતુષ્કોણાત્મક હોય છે. કેટલાક વરનાશક તથા મારણઉચાટનને લગતા યંત્રે ત્રિનેત્મક જોવામાં આવ્યા છે અને લલનાકૃતિકામરાજ તથા વંધ્યાગર્ભધારણુયંત્ર પણ ત્રિકેણુત્મક નિહાળ્યા છે.
જૈન સંપ્રદાયમાં વર્ધમાનવિદ્યાને યંત્ર, વિજયપતાકા