SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રસિદ્ધિ અંગે કિંચિત્ ૧૪૩ : અથ—ઈ તિ કહી સ’ભળાવી. મહારાજશ્રીએ કહ્યું : - પુણ્યવાન્ ! આમાં મુખ્ય વાત શ્રદ્ધાની છે. કયાં એ મુસલમાનની શ્રદ્ધા અને ક્યાં તમારી શ્રદ્ધા ! તમે પણ હવે એવી જ અડગ શ્રદ્ધા રાખા, એટલે તમને એ જરૂર શે. ’ માટી મામત મંત્રસિદ્ધિ માટે તેના આમ્નાય પણ બહુ છે. જો મંત્રના આમ્નાય મળી જાય અને તે પ્રમાણે જ વિધિવિધાન કરવામાં આવે તે એ મંત્ર સત્વર સિદ્ધ થાય છે, અન્યથા સિદ્ધ થતા નથી. પરંતુ આજે મંત્રના આમ્નાય દુર્લભ અની ગયા છે, તેથી જ કહેવાયું છે કે— निर्बीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥ • વર્ણમાલામાં કોઇ વર્ણ –અક્ષર એવા નથી કે જેનામાં એક યા બીજા પ્રકારનું મંત્રખીજ રહેલુ ન હેાય. વળી આ જગતમાં અઢાર ભાર વનસ્પતિ ઉગે છે, તેમાંની કોઈ વનસ્પતિનુ મૂળ એવું નથી કે જે ઔષધરૂપ ન હોય. વળી આ વિશાળ પૃથ્વીના કોઈ ભાગ એવા નથી કે જ્યાં કંઈ પણ ધન દટાયેલું ન હેાય. પણ તેના આમ્નાયા મળવા ખરેખર ! દુ ́ભ છે. ’ અહીં આમ્નાય શબ્દથી તેની વિશ્વસ્ત માહિતી કે તેને પ્રાપ્ત કરવાના સુયોગ્ય વિધિ સમજવો. પરંતુ પ્રયત્ન કરનારને આમ્નાય પણ મળી રહે છે. મૂળ વાત એ છે કે તે સંબંધમાં પૂરતા પ્રયત્ન કરવા જોઈ એ.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy