________________
૧૪૪
ઉવસગ્ગહર સ્તાત્ર
ગમે તેમ ચલાવી લેવાની વૃત્તિ મંત્રસાધનામાં–મત્રાપાસનામાં ચાલતી નથી. તે ત્રસિદ્ધિમાં બાધક નીવડે છે.
મંત્રસિદ્ધિમાં મનની સ્થિરતા પણ ઘણી અગત્યની વસ્તુ છે. જો મન સ્થિર ન હોય તે મત્ર અને મન એક થાય નહિ અને જ્યાં સુધી મત્ર અને મન એક થાય નહિ, ત્યાં સુધી તેની સિદ્ધિ સભવે નહિ, પરંતુ આજે તે આપણા મન દુષિત આહાર તથા દુષિત વાતાવરણને લીધે એટલાં ચંચળ બની ગયાં છે કે તે ક્ષણવાર પણ સ્થિર થતાં નથી. આપણે આત્મકલ્યાણ માટે પ્રભુપૂજન કરીએ છીએ, ત્યાં પણ ચિત્તચાપલ્યને લીધે આપણી આંગળીએ ઝપાટાબંધ ચાલે છે અને મ`ત્રોપાસના માટે માળા ગણીએ છીએ, ત્યાં પણ એ જ સ્થિતિ છે. જે શાંતિ, સમતા, સ્થિરતા જોઈ એ તે બિલકુલ જોવામાં આવતી નથી. આ સયાગામાં મંત્રસિદ્ધિ કે મંત્રના પ્રભાવ શી રીતે જોવામાં આવે ?
ચિત્તને–મનને સ્થિર કરવાનું કામ અઘરૂ છે, પણ અશકય કે અસંભિવત તેા નથી જ. સત્સંગ, સાંચન, સાત્વિક આહાર અને અભ્યાસથી તેને સ્થિર કરી શકાય છે અને એ રીતે સ્થિર થયેલું મન જ મંત્રસિદ્ધિમાં અતિ અગત્યના ભાગ ભજવે છે. જેનુ મન સ્થિર થતુ નથી, તેને કદી પણ મંત્રસિદ્ધિ થતી નથી.
મંત્રસાધકે પ્રાતઃકાલમાં વહેલા જાગૃત થઈ ને પંચપરમેષ્ઠીનું સ્મરણ કર્યાં પછી મંત્રદાતા ગુરુને ત્રણ પ્રણામ કરવા જોઇ એ અને તેમનુ પણ થોડી વાર ધ્યાન ધરવું જોઈ એ.