________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત
૧૪. રહ્યો હતો. તેને લાગ્યું કે પાણી વિના આ આખું કુટુંબ મુશ્કેલીમાં મૂકાઈ જશે અને કદાચ કેઈની જીભ તાળવે ચટશે તે ભારે થઈ પડશે. એટલે તેણે પેલા ગૃહસ્થને કહ્યું : “શેઠજી ! ગભરાશે નહિ. હું એક મંત્ર જાણું છું. તેના પ્રભાવે જોઈતું પાણું જરૂર મળી જશે.” અને તેણે મનમાં મંત્ર ભણી એક સ્થળે ખાડો ખોદ્યો કે તેમાંથી મીઠા પાણીનું ઝરણું ફૂટ્યું અને તેના વડે સહુએ પોતાની તૃષા છીપાવી. પછી બધા આગળ ચાલ્યા.
પેલા જૈન ગૃહસ્થને લાગ્યું કે “આણે તો કમાલ કરી.. કેઈ ફકીર-ઓલિયાએ તેને આ મંત્ર આપ્યું લાગે છે. તે અત્યારે કેટલે બધા કામ લાગે ? હું તે મનમાં નમસ્કારમંત્ર કયારને ગણતો હતો, પણ કંઈ કામ લાગે નહિ ! પરંતુ હવે કોઈ પણ ઉપાયે મારે તેની પાસેથી આ મંત્ર શીખી લે.”
- રસ્તામાં તેમણે પિલા મુસલમાનને વારંવાર શાબાશી આપી અને પછી ધીમેથી કહ્યું : “મીયાં સાહેબ ! આ મંત્ર મને પણ શીખે ને ! તમારે ઉપકાર કદી નહિ ભૂલું. વળી તમારે બે પૈસાને ખપ હશે, તે તે પણ આપીશ.”
પેલા મુસલમાને કહ્યું : “શેઠજી ! આ મંત્ર અમને ગુરુએ આપેલ છે. તેમની રજા સિવાય તે કોઈને આપી શકાય નહિ. વળી તેના નિમિત્તે મારે દોકડે પૈસે) પણ, ખપત નથી.”
પેલા ગૃહસ્થ પૂછયું: “તમારા મંત્રગુરુ ક્યાં રહે છે? -
મુસલમાને કહ્યું : “એ ફરતા રહે છે. પણ આપણુ. ગામમાં આવશે, ત્યારે તેમનાં દર્શન કરાવીશ.”