________________
૧૪૦
ઉવસગ્ગહર સ્તોત્ર “ગુરુએ મને એક ઉત્તમ મંત્ર આપ્યું છે. તે ભણુને પાણી છાંટું તે તેનાથી સાપનું ઝેર જરૂર ઉતરી જશે.” અને તેણે હાથમાં પાણી લઈ ત્રણ નમસ્કારમંત્ર ગણ્યા અને તે પણ પેલા માણસ પર છાંટ્યું કે તે દેશમાં આવવા લાગે. પછી તે એ ખેડૂતે બે-ત્રણ વાર આ રીતે તેના પર પાણી છાંટયું કે તેના શરીરમાં વ્યાપેલું બધું ઝેર ઉતરી ગયું. ત્યારબાદ આ ખેડૂતે આ રીતે બીજા પણ ઘણુ માણસને સાપના ઝેરથી મુક્ત કર્યા અને તેમના પ્રાણ બચાવ્યા.
જૈનોને આ મંત્ર ગળથુથીમાંથી મળે છે અને તેની નિત્ય નિયમિત ગણના ચાલુ હોય છે. પરંતુ તે અંગે જેવી અને જેટલી શ્રદ્ધા અંતરમાં જામવી જોઈએ, તેટલી જામતી નથી. તેનું જ એ પરિણામ છે કે આપણામાંથી અગળીના ટેરવે ગણાય, એટલી વ્યક્તિઓ પણ આ રીતે નમસ્કાર મંત્ર ભણીને સાપનું ઝેર ઉતારવા તત્પર થશે નહિ.
એક જૈન ગૃહસ્થ પિતાના કુટુંબ સાથે ગામતરે જવા નીકળ્યા. રસ્તામાં પાસેનું પાણી ખૂટયું અને બધાને બહુ તરસ લાગી. આસપાસ તપાસ કરી તો કઈ જલાશય જણાયું નહિ કે કેઈનું ઘર જોવામાં આવ્યું નહિ. તે મનથી ખૂબ મુંઝાયા અને નમસ્કારમંત્રની ગણના કરવા લાગ્યા, પણ તેમાં ચિત્ત ચેટયું નહિ. “હવે અમારું શું થશે?” એ વિચાર તેમને જોર-જોરથી આવવા લાગે અને તેથી તેમનું મન ડહેલાઈ ગયું.
હવે તેમની સાથે એક મુસલમાન પણ પ્રવાસ કરી