________________
૧૩૮
ઉવસગ્ગહર સ્તોત્ર જે મંત્ર ગ્રહણ કરવામાં સાધકની પ્રબળ ઈચ્છા અને દઢ ભક્તિ હોય, તે મંત્રસાધકને માટે ઉત્તમ છે, પછી સિદ્ધાદિચક્રનું શેધન કરતાં ભલે તે અરિના કોઠાને પ્રાપ્ત થયેલે હેય.”
વળી તેમણે એમ પણ કહ્યું છે કે– मन्त्रे तीर्थे द्विजे देवे, दैवज्ञे भेषजे गुरौ ।
यादृशी भावना यस्य, सिद्धिर्भवति ताशी॥ - “મંત્ર, તીર્થ, બ્રાહ્મણ, દેવ, તિષી, ઔષધ અને ગુની બાબતમાં જેની જે પ્રકારની ભાવના હોય, તેને તે પ્રકારની સિદ્ધિ થાય છે.'
તાત્પર્ય કે સદ્ગુરુને શરણે જવું અને તેઓ જે મંત્ર આપે તેની અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણના કરવી, એ સહુથી ટૂંક અને સહેલે માર્ગ છે.
અહીં એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે સિદ્ધમંત્ર કે સ્તોત્ર માટે સિદ્ધાદિચકશેધન આદિ કઈ વિધિ કરવાની આવશ્યક્તાનથી,એ મંત્રમાંગસિદ્ધ-મંત્રસિદ્ધ મહાપુરુષોએ પિતાની શક્તિને અંશ મૂકેલ હોય છે, એટલે તે સહુને ફલદાયી થાય છે, માટે બને ત્યાં સુધી આવા સિદ્ધમંત્ર કે તેનું જ આરાધન કરવું. એમાં કઈ પ્રકારનું નુકશાન થવાને તે સંભવ જ નથી.
નમસ્કારમંત્ર તે ઠીક, ઉવસગ્ગહરં સ્તોત્ર પણ અમને આવડે છે. અને બાકીનાં સ્મરણ પણ કહે તે મુખપાઠ.