________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત
૧૩૭ કાઢવા જોઈએ. આવા ગુરુ ધી કાઢવાનું કામ સહેવું તે નથી જ, પણ તીવ્ર જિજ્ઞાસા હોય અને દઢ સંકલ્પ હોય તે મળી રહે છે. જે આવા ગુરુ ન જ મળે તે શાંત, દાંત તથા પવિત્ર મનવાળા આપણું ધર્મગુરુને હાથ માથે મૂકાવે અને તેમનું યથાવિધિ પૂજન કરીને કામ આગળ ચલાવવું.
કેટલાક મંત્રવિશારદો એમ કહે છે કે જે સદ્દગુરુ સાંપડે નહિ, પણ સ્વપ્નામાં તેમનાં દર્શન થાય તે તેમની પાસેથી મંત્ર ગ્રહણ કરે. અને આવું કંઈ ન બને તે જલપૂર્ણ કલશમાં ગુરુની પ્રાણપ્રતિષ્ઠા અર્થાત્ સ્થાપના કરવી અને વડનાં પાન પર કેશરથી મૂલમંત્ર લખી તેને પાણીમાં ડૂબાડવો. પછી તે પાન બહાર કાઢીને પોતાની જાતે જ મંત્ર ગ્રહણ કર. આથી મંત્રસિદ્ધિ થાય છે.
બધા મંત્રે બધાને સિદ્ધ થતા નથી, એટલું જ નહિ, પણ કેટલાકને તે શત્રુરૂપ નીવડે છે અને તેમના નાશ પણ કરે છે, માટે જે મંત્ર ગ્રહણ કરવાની ઈચ્છા હોય, તે પિતાને અનુકૂળ રહેશે કે કેમ? એ બાબતને નિર્ણય ગુરુ પાસે કરાવે. ગુરુ વિશિષ્ટ જ્ઞાની હશે તે અંતઃકરણની ફુરણું અનુસાર તેને નિર્ણય કરી આપશે, અન્યથા સિદ્ધાદિચક, ત્રાણધન શોધનચક, તારાચક, રાશિચક, અકડમચક કે પંચભૂતચક આદિ કોઈ પણ સાધનથી તેને નિર્ણય કરશે. પરંતુ આ વિષયમાં છેવટની તાત્વિક વાત તો એ જ છે કે –
यत्र यस्य भवेद्भक्तिविशेष: स मनूत्तमः । वैरिकोष्ठमपि प्राप्तोऽभीष्टदस्तस्य जायते ॥