________________
૧૩૬
ઉવસગ્ગહરે તેત્ર (૧૨) ધર્માચરણમાં પ્રીતિ રાખવી. (૧૩) પરોપકાર આદિ મડાન ગુણો કેળવવા. (૧૪) બાહ્ય અને અત્યંતર પવિત્રતા રાખવી, (૧૫) પ્રસન્ન રહેવું. (૧૬) ગુરુની દરેક પ્રકારે સેવા કરવી. (૧૭) ઈષ્ટદેવની નિત્ય નિયમિત ભક્તિ કરવી. (૧૮) વ્રતમાં દઢ નિષ્ઠાવાળા થવું. (૧૯) સત્ય બોલવું અને સત્ય આચરવું. (૨૦) દયાળુ થવું. (ર૧) ચતુરાઈ રાખવી. (૨૨) પ્રતિભાસંપન થવું.
(૨૩) ગુરુ પાસેથી મંત્રીપદ યથાર્થ રીતે ગ્રહણ કરવાં અને તેને બરાબર ધારી રાખવાં. જે મંત્રીપદ ધારણ કરવામાં ગફલત કે ગરબડ થઈ તો આખો મંત્ર અશુદ્ધ બની જશે. તે જ રીતે ગ્રહણ કર્યા પછી મનના વ્યવધાનને કારણે તેને અક્ષર આઘાપાછા થઈ જતાં કે તેમાં કાના, માત્રા, મીંડી આદિનો ફેરફાર થઈ જતાં પણ મંત્ર અશુદ્ધ બની જશે. આવા અશુદ્ધ મંત્રની ગણન કરતાં સિદ્ધિ સાંપડે નહિ.
(૨૪) સતત પુરુષાર્થ કરે.
મંત્રવિશારદ સદ્ગુની પાસેથી વિધિસર મંત્ર ગ્રહણ કર્યા વિના તથા તેમના આશીર્વાદ મેળવ્યા વિના જેઓ મંત્રસિદ્ધિ માટે પ્રયાસ કરે છે, તેમાં તેમને સફળતા મળતી નથી, તેથી સાધકે પ્રથમ મંત્રવિશારદ સ ગુરુને શોધી