________________
મંત્રસિદ્ધિ અંગે કિંચિત
૧૩૫ મનને પવિત્ર બનાવવું જોઈએ. તે જ રીતે શરીર દ્વારા અનેક પ્રકારનાં પાપ થયેલાં હોઈ તેની શુદ્ધિ-નિમિત્તે મંત્રસાધના શરૂ કરતાં પહેલાં અમુક તપશ્ચર્યા કરી લેવાનું આવશ્યક બને છે. વિશેષ ન બને તે એક અઠ્ઠમ એટલે ત્રણ દિવસના નકેરડા ઉપવાસ કરી લેવા જોઈએ. અન્ય દર્શનીઓમાં તે માટે ચાંદ્રાયણવ્રત, સાવિત્રી વ્રત આદિ કરાવવામાં આવે છે.
મંત્રસાધકની ગ્યતા માટે નીચેના નિયમે ધ્યાનમાં રાખવા જોઈએ :
(૧) શૂરવીર બનવું. (૨) દુષ્ટ કર્મોને ત્યાગ કરે. (૩) ગુણવડે ગંભીર થવું.
(૪) જરૂર જેટલું જ બલવું અને બાકીના સમયમાં મૌન ધારણ કરવું.
(૫) પિતાને દીન-હીન ન માનતાં શક્તિમાન માન અને “આ સાધના હું અવશ્ય કરી શકીશ” એ આત્મવિશ્વાસ ધારણ કરે.
(૬) ગુરુજનોની હિતશિક્ષા માનવી. (૭) આળસને ત્યાગ કરે. (૮) નિદ્રા પ્રમાણસર લેવી. (૯) ભજન પરિમિત કરવું. (૧૦) સ્પર્શાદિની લાલસામાં ફસાવું નહિ. (૧૧) ક્રોધ, અભિમાન, કપટ તથા લેભને ત્યાગ ક.