________________
સંગ્રસિદ્ધિ અને કિંચિત
૧૩૩ સં. ૧૯૪પના ચૈત્ર માસમાં તેઓ ગુજરાત-ખેડા નજીક માતરમાં બિરાજતા હતા. તે વખતે ત્યાંના એક દેવી મંદિરમાં પાડાનું બલિદાન આપવાની તૈયારી થઈ. જૈન સંઘને આ વાતની જાણ થતાં તેણે મુનિરાજશ્રીને પરિસ્થિતિનું નિવેદન કર્યું અને કેઈપણ ઉપાયે પાડાનું બલિદાન બંધ રહે એમ કરવા વિનંતિ કરી. એ જ વખતે તેમણે વાસક્ષેપ મંત્રીને સંઘને આપ્યું અને સંઘની બે વ્યક્તિઓ એ વાસક્ષેપ લઈને દેવી મંદિરમાં ગઈ. પછી મહારાજશ્રીની સૂચના અનુસાર વાસક્ષેપ પાડા પર નાખે કે તેનામાં વિલક્ષણ શક્તિનો સંચાર થયે અને તેણે એકદમ કૂદાકૂદ કરતાં તેનાં સર્વ બંધન તૂટી ગયાં તથા તે બેફામ બનીને નાઠો અને દૂર ચાલ્યા ગયે. કોઈ તેને રોકવાની કે પકડવાની હિમ્મત કરી શક્યું નહિ. ત્યાર પછી મહારાજશ્રીના ઉપદેશથી એ દેવી મંદિરમાં કાયમને માટે પાડાનું બલિદાન દેવાનું બંધ રહ્યું.
શ્રી મોહનલાલજી મહારાજને વેગ તથા મંત્રપાસનાના પરિણામે વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને જેમના જેમના માથે તેમણે હાથ મૂક્યો, તે બધા જ ધનવાન અને સુખી થયા હતા. સ્વ. શ્રી ઝદ્ધિસાગરજી મહારાજે પણ મંત્રના કેટલાક ચમત્કાર બતાવ્યા હતા.
અન્ય દર્શનીમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્ય યોગાનંદજી વગેરેએ મંત્રના ચમત્કારે બતાવેલા છે. શ્રી ગોપાળ સ્વામીએ શ્રીમાન બિરલાને ત્યાં દિલ્લી-લેસભાના અનેક સ સમક્ષ મંત્રશક્તિથી ઈંટના ટૂકડાઓમાંથી