________________
[<]
મંત્રસિદ્ધિ અંગે કિંચિત્
મંત્રસિદ્ધિ ભૂતકાલમાં થતી હતી, આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે. કોઈ એમ કહેતુ હાય કે વિષમ કાલને લીધે આ કાલમાં મંત્રસિદ્ધિ ન જ થાય, તેા એ વાત માનવા જેવી નથી.
શ્રી માહનલાલજી મહારાજ તે હજી ગઈ કાલની જ વાત છે. સ’. ૧૯૩૦માં તેમને રાજસ્થાન-જયપુર નજીક એક જંગલમાં રાત્રિ પસાર કરવાના પ્રસ`ગ આણ્યે. તેઓ ત્યાં એક વાવના કિનારે સ્થિર થયા. હજી તેા થાડી જ રાત્રિ વ્યતીત થઇ હતી કે એક વાઘની ગર્જના સંભળાઇ અને તે અનુક્રમે નજીક આવવા લાગ્યા, એમ કરતાં વાઘ ઘણા નજીક આવી ગયા અને હમણાં હુમલા કરશે એમ લાગ્યું, પરંતુ મહારાજશ્રી અમુક મંત્રની ગણના કરી રહ્યા હતા, એટલે વાઘ તદ્દન શાંત બની ગયા અને તે પેાતાનું મસ્તક નમાવીને ચાલતા થયા.