________________
તે અંગે અમારે અનુભવ
૧૩૧
ખરેખર ! ઘણી વિષમ પરિસ્થિતિમાંથી અમારે ઉદ્ધાર થયા હતા અને તે અતિ ચમત્કારિક રીતે થયા હતા. આજે પણ એ દૃશ્ય અમારી નજર સામે આવે છે અને અમારા હૃદયમાં અકથ્ય ભાવે જગાડી જાય છે.
બીજા દિવસે સવારે એક ભામિયાને સાથે લઇ અમે કુંદાગિરિ પ ત પર આરોહણ કર્યું અને ત્યાં રહેલા મંત્રવાદીની મુલાકાત લઇ ચત્રા અને તેની ચમત્કારિક શક્તિ અંગે કેટલાક વાર્તાલાપ કર્યાં.
આ સિવાય પણ ઉવસગ્ગડુર સ્તોત્રને પ્રભાવ નિહાળવાના પ્રસંગેા અમારા જીવનમાં આવ્યા છે, પણ તે અહીં રજૂ કરવાની જરૂર જોતા નથી. પાઠકોને આ સ્તાત્રના મહા પ્રભાવની પ્રતીતિ કરાવવા માટે આટલા પ્રસંગેા પૂરતા છે.
જ્યારે જ્યારે અમારી પાસે કોઈ વ્યક્તિ પોતાનાં દુઃખ કે દારિદ્રની ફરિયાદ કરતી આવે છે, ત્યારે તેને અમે આ સ્તોત્રની શ્રદ્ધાપૂર્વક ગણુના કરવાનુ કહીએ છીએ અને તેનાં પરિણામેા પ્રાયઃ સુંદર જ આવ્યાં છે.