________________
૧૩૦
ઉવસગ્ગહરં સ્તોત્ર સાંકળ જેવા ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણ શરૂ કર્યું. હજી તે તેની પાંચ-સાત વાર ગણના થઈ હશે કે બે લાઈટને પ્રકાશ પડ્યો અને એક કાળા રંગની મેટર અમારી સામે આવીને ઊભી રહી.
અમે આશ્ચર્યચક્તિ નયને તેની સામું જોઈ રહ્યા. ત્યાં અંદરથી અવાજ આવ્ય: “કીધર જાના હૈ?” આ પ્રદેશમાં હિંદીને આ પ્રગ વિરલ જ ગણાય, છતાં તે બરાબર થઈ રહ્યો હતો. અમે વિચારમાં પડ્યા : “શું જવાબ આપ? આમાં કંઈ દો થાય તે આવી જ બને ને ?'
એ હાલતમાં એકાદ મીનીટ પસાર થઈ ગઈ કે ફરી પ્રશ્ન થય: “કયા સોચતે હે? ડરે મત. કુંદગિરિ જાના છે તે બેઠ જાઓ !” અને અમે વધારે વિચાર કર્યા વિના સામાન લઈ એ મોટરમાં બેસી ગયા.
મોટર જંગલના રસ્તે વાંકી-ચૂકી ચાલવા લાગી. અંદર બે વ્યક્તિઓ બેઠેલી હોય તેમ લાગ્યું, પણ તે કંઈ વાત કરતી ન હતી કે અંધકારને લીધે તેમના ચહેરા દેખી શકતા ન હતા, એટલે તેઓ કોણ હતા? તેને નિર્ણય કરી શક્યા નહિ. - આશરે વીસ-પચીશ મીનીટ પછી એ મોટર કુંદાગિરિની તળેટીથી એક માઈલ દૂર વસેલા એક ગામડા આગળ ઊભી રહી અને અમને પ્રથમના સ્વરે જ કહેવામાં આવ્યું કે
ઈધર ઉતર જાઓ.” અમે કંઈ પણ બોલ્યા વિના સામાન લઈને ત્યાં ઉતરી પડ્યા અને ત્યાં એક વ્યક્તિના મકાનમાં આશ્રય લીધો.