________________
૧૨૬
ઉવસગ્ગહર સ્તોત્ર કારણની અમને માહિતી ન હતી. વળી આવા શબ્દો બોલવાનું પરિણામ શું આવે? તે પણ અમારા ધ્યાન બહાર ન હતું.
બીજી વાર સ્તોત્રની ગણના કરી અને બીજી વાર પણ આ જ જવાબ મળે. છેવટે ત્રીજી વારની ગણનાનું પરિણામ પણ આ જ સૂચનામાં આવ્યું, એટલે અમે હિમ્મત રાખીને આસી. પોલીસ કમીશ્નરને કહ્યું કે “સાહેબ! આમાં તમારી ભૂલ થાય છે. તમારે કાયદેસર મને લાઈસન્સ આપવું જ જોઈએ.’
આ શબ્દો અમે મક્કમતાથી ઉચાર્યા, એટલે સાહેબ વિચારમાં પડી ગયા અને એ જ વખતે એમના મનમાં એવો વિચાર ઝબકી ગયે કે “રખેને મારી ભૂલ થતી હોય !” આ જ વખતે તેમણે લાઈસન્સ અરજીની ફાઈલ મંગાવી, અરજી કર્યાની તારીખ જોઈ અને પછી જણાવ્યું કે પ્રો. શાહ! તમારી વાત સાચી છે. આમાં મારા ખાતાની ભૂલ થયેલી છે. અને તે ભૂલ સુધારવા હું તમને લાઈસન્સ આપું છું.”
શો અજબ ચમત્કાર ! અમે તે એમ માનતા હતા કે અમારા ઉક્ત શબ્દો સાંભળીને આ સાહેબ જરૂર ચીડાશે અને અમને તેની ઓફિસ બહાર હાંકી કાઢશે, પણ તેનું પરિણામ આ રીતે અમારી તરફેણમાં આવ્યું.
આમાં હકીકત એમ બની હતી કે મે સીનેમાને જાહેર કાર્યક્રમ માટે લાઈસન્સ મળેલું ન હતું, એટલે ત્યાં કેઈ જાહેર કાર્યકમો થતા ન હતા, પરંતુ મેનેજર ને જ . આવેલ અને તેણે અમારી માગણી સ્વીકારીને અમારી પાસેથી