________________
તે અંગે અમારે અનુભવ ભાડું લઈને અમને રસીદ આપી દીધી. પછી તે અંગે પ્રચાર શરૂ થયો, આ વસ્તુ પિોલીસખાતાના ધ્યાનમાં આવી અને તેથી મે સીનેમાના મેનેજરને બેલાવીને ધમકાવવામાં આવ્યું કે તમે શું જોઈને આ જાહેર કાર્યક્રમ માટે સીનેમા ભાડે આપ્યું છે? તમને જે વર્ગનું લાઈસન્સ છે, તે જોતાં તમે આ સીનેમા જાહેર કાર્યક્રમ માટે ભાડે આપી શક્તા નથી. આથી મેનેજર ગભરાયે. તેણે આસી. પિોલીસ કમીશ્નર આગળ ભૂલ કબૂલ કરી અને પિતાને બચાવી લેવા જણાવ્યું.
આ ઘટના અમે આસી. પિોલીસ કમીશ્નર પાસે ગયા, તેના બે દિવસ અગાઉ જ બનેલી હતી. ' હવે પોલીસખાતામાં એ કેઈ નિયમ હશે કે જેમને કઈ પણ કારણસર લાઈસન્સ ન આપવાનું હોય તેને અરજી કર્યાના અમુક દિવસની અંદર ખબર આપી દેવી જોઈએ. પરંતુ પોલીસખાતાએ તેમ કર્યું ન હતું. જ્યારે દૈવી સંકેતના આધારે અમે સાહેબને જરા જોરથી કહ્યું કે
સાહેબ ! આમાં તમારી ભૂલ થાય છે, ” ત્યારે તેના મગજમાં આ વાત આવી ગઈ અને તેણે અમને લાઈસન્સ કાઢી આપ્યું. - અહીં વિચારવાનું એ છે કે ઉવસગ્ગહરે તેત્રની ગણના બાદ ઉપર્યુક્ત શબ્દો કેણે કહ્યા ? અમે ગમે તેવી બુદ્ધિ લડાવીએ તે પણ આ પ્રકારના શબ્દો તે અમને સૂઝે તેમ ન હતા. વળી તે શબ્દોએ બગડી ગયેલી પરિસ્થિતિને તરત જ સુધારી દીધી અને અમને મોટા નુકસાન તથા બદનામીમાંથી બચાવી લીધા. આને આપણે ચમત્કાર નહિ તે બીજું શું કહી શકીએ?