________________
તે અંગે અમારા અનુભવ
'
આપવાની ના પાડે છે, પરંતુ અમે આગળ ચલાળ્યું : પ્રયાગેા માટે અમે ઘણા ખર્ચે કર્યાં છે અને તે નિર્ધારિત દિવસે ન થાય તે અમારે ઘણું સહન કરવું પડે એમ છે, માટે લાઈસન્સ તે અમને મળવુ જ જોઈ એ.’
૧૧૫.
આ
તેણે કહ્યું : તમારી વાત સાચી છે, પણ એ બાબતમાં હું શું કરી શકું ? મારા હાથ તો કાયદાથી બંધાયેલા છે, એટલે હું આ બાબતમાં કંઈ કરી શકું તેમ નથી.’
આ પરથી અમે એટલું સમજી ગયા કે આમાં કાયદાની કોઈ ગુંચ નડે છે, પણ તેની કલ્પના અમને આવી શકતી ન હતી. હવે વિશેષ દલીલ કરવી નકામી હતી અને જો અમને લાઈસન્સ ન મળે તેા અમે મેટા ખર્ચના ખાડામાં ઉતરી પડીએ અને મુંબઈમાં બદનામ થઈ એ તે જુદા. એ માટે અમારી હરગીઝ તૈયારી ન હતી. હવે શુ' કરવુ' ? ખરેખર ! અમે ઘણી વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાઈ ગયા હતા.
એવામાં સાહેબે બીજા એક માણસ સાથે વાત શરૂ કરી અને અમે ઉવસગ્ગહર સ્તેાત્રને આશ્રય લીધા. તેમાં પ્રથમ ગણના પૂરી થઈ કે જાણે કોઈએ અમારા કાનમાં કહ્યુ કે ‘ તમે સાહેબને એમ કહેા કે તમારી ભૂલ છે, એટલે તમારું કામ થઈ જશે. ’
આ વાત અમારી બુદ્ધિમાં ઉતરી નહિ. આસી. પેાલીસ કમીશ્નરને એમ કેમ કહેવાય કે આ તમારી ભૂલ છે ? તે માટે કંઈ કારણ તો આપવું જોઈએ ને ? પણ એવા કોઈ