________________
૧૨૪
ઉવસગ્ગહર સ્તોત્ર
તેમણે અમને કહ્યું : “કંઈ સમજ પડતી નથી. મેં પચાસ વાર આવાં લાઈસન્સ મેળવ્યાં છે અને તેમાં કદી હરક્ત આવી નથી, પણ આ વખતે કેણ જાણે કેમ, આ જવાબ મળે છે. માટે તમે પિતે જ પોલીસ સ્ટેશને જાઓ અને આસી. પિોલીસ કમિશ્નરને મળે તે કામ થશે.
આ સમાચાર અમારા માટે ઘણા ખેદજનક હતા. જેની કદી કલ્પના રાખી ન હતી, તે વસ્તુ ઉપસ્થિત થવા પામી હતી. છતાં અમે હિંમત રાખી, ત્રણ નમસ્કારમંત્ર અને ત્રણ ઉવસગ્ગહરં સ્તોત્ર ગણી, કેટલીક સાધનસામગ્રી સાથે કાફર્ડ માર્કેટમાં પહોંચ્યા અને આસી. પોલીસ કમી
શ્નરની કચેરી આગળ જઈ, પટાવાળાના હાથમાં અમારું વિઝીટીંગ કાર્ડ મૂક્યું. આ વખતે આસી. પિલીસ કમીશનરને મળવા માટે ૩૫-૪૦ જણની હાર ઊભેલી હતી, છતાં તેણે અમારું કાર્ડ મળતાં તરત જ અમને અંદર બોલાવી લીધા અને બેસવા માટે ખુરશી આપી.
અમે વાતનો પ્રારંભ કરતાં જણાવ્યું કે “આ પ્રયોગ શૈક્ષણિક છે અને લોકોને પિતાની સ્મરણશક્તિમાં વિશ્વાસ વધે તથા તેને કેળવવા માટે પ્રયત્નશીલ થાય, તે માટે જ જવામાં આવેલ છે.”
તેણે કહ્યું: “પ્રોફેસર શાહ! તમારી આ શક્તિની હું કદર કરું છું, પણ દિલગીર છું કે તે માટે તમને લાઈસન્સ આપી શકતો નથી.”
અમને સમજ ન પડી કે કયા કારણે તે લાઈસન્સ