________________
તે અંગે અમારો અનુભવ
૧૨૩
અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ખાસ પુસ્તિકાઓ પ્રકટ કરવામાં આવી, હસ્તપત્રી પણ બહાર પાડયાં અને વમાન– પત્રોમાં પણ તે ખાખતની પૂરતી જાહેરાત કરી.
આવા જાહેર પ્રયાગે! પ્રસંગે પોલીસનું ખાસ લાઈસન્સ જોઈ એ, એ વાત અમારા લક્ષ્યમાં હતી અને તે કાય અમારા ખાસ સ્નેહી પ્રા. આર. એમ. શાહને સોંપવામાં આવ્યું હતુ. તે અંગે વિધિસરની અરજી કરી દેવામાં આવી હતી, એટલે અમે નિશ્ચિત હતા.
એમ કરતાં પ્રયાગે! આડે માત્ર સાત દિવસ જ બાકી રહ્યા, ત્યારે અમે પ્રા. શાહનુ ધ્યાન ખેચ્યું કે હવે પોલીસ લાઈસન્સ આવી જવુ જોઈ એ. તેમણે કહ્યું : ‘તમે ચિંતા ન કરો. એ હમણાં જ લાવી આપું છું.’
પછી તેઓ ક્રાફડ માર્કેટ પોલીસ સ્ટેશને ગયા અને લાઈસન્સ વિભાગના કલાર્કને મળ્યા. ત્યાં એવા જવાબ મળ્યા કે ‘આ બાબતનું લાઈસન્સ તમને મળશે નહિ અને પ્રેા. સાહેબના ડાંડિયા ગુલ થઈ ગયા. તેમણે કલાને પૂછ્યું કે ‘એનું કંઇ કારણ ?” કલાકે કહ્યું : એ હું કઈ ન જાણું. સાહેબનો હુકમ છે, તે તમને જણાવું છું. અને તે ભાંગેલા હૈયે અને ભાંગેલા પગે અમારા કાર્યાલયમાં પાછા કર્યા. આ વખતે અમારું' કાર્યાલય પ્રીન્સેસ સ્ટ્રીટમાં ચાલતુ હતું.
,
૨ તેએ અમદાવાદના વતની હતા અને જાદુના ખેલેા કરતા હતા. તેમની પાસેથી અમે કેટલાક જાદુના ખેલેા શીખ્યા હતા, પરંતુ તે કદી જાહેર રીતે કર્યાં નથી.