________________
૧રર
ઉવસગ્ગહર સ્તોત્ર નરસિંહ મહેતાની હુંડી શામળિયાજીએ સ્વીકારી, એવું જ કંઈ આમાં બન્યું અને તેણે આ તેત્રની ગણનામાં અમારી શ્રદ્ધા અનેક ગણી વધારી દીધી.
ત્યાર પછી શેડા જ વખતે મુંબઈમાં અમે શતાવધાનના પૂરા પ્રયોગો કોઈ આલિશાન થિયેટરમાં કરવાની ઈચ્છા રાખતા હતા. તે અંગે મે સીનેમાના મેનેજરને મળ્યા અને ત્રણ કલાક માટે તમારું સીનેમાગૃહ ભાડે જોઈએ છે, એવી દરખાસ્ત કરી. મેનેજરે તેનું ભાડું રૂપિયા ૫૦૦ જણાવ્યું તે અમે તરત જ આપી દીધું અને તેની પાકી રસીદ મેળવી.
ત્યારબાદ આ પ્રયોગ અંગે અગ્રગણ્ય શહેરીની એક સમિતિ નીમાઈ, જેમાં દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, બાબુ સાહેબ ભગવાનલાલજી પન્નાલાલજી, શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠશ્રી હેમચંદ મેહનલાલ, પ્ર. આર. ચેકસી, આચાર્ય કૃપાશંકર દયાશંકર, બેઓ કોનિકલના અધિપતિ સૈયદ અબ્દુલા બ્રેલ્વી વગેરેનો સમાવેશ થતો હતો. આ પ્રયોગેનું અધ્યક્ષસ્થાને અમારા પરમ હિતચિંતક સર મણિલાલ બાલાભાઈ નાણાવટીની ખાસ ભલામણથી મુંબઈ શાહ, સદાસર અને જાણીતા આગેવાન સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસે સ્વીકાર્યું. ત્યાર બાદ મિત્ર અને સંબંધીઓમાંથી કાર્ય કર્તાઓની એક સમિતિ બનાવવામાં આવી અને તેના સભ્યોને જુદાં જુદાં કામે સેંપવામાં આવ્યાં. - આ પ્રયોગો અંગે અમારે ઉત્સાહ ઘણે હતું અને તેને ખૂબ પ્રચાર થાય તેમ ઈચ્છતા હતા, એટલે તે અંગે