________________
તે અંગે અમારે અનુભવ
૧૨૧ તાત્કાલિક તેડનીકળે એમ લાગ્યું નહિ. છેવટે અમે ઉવસગહરં તેત્રને આશ્રય લેવા વિચાર કર્યો અને તેનું શ્રદ્ધાપૂર્વક મરણ કરવા માંડ્યું.
એ સ્તોત્રને સાત વાર પાઠ કર્યા પછી અમે દેડી વિશ્રાંતિ લેવા લાગ્યા. એ વખતે એક ત અજાણી વ્યક્તિએ અમારા કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને અમારું નામ પૂછ્યું. અમે તેને સત્કાર કર્યો અને બેસવા માટે ખુરશી આપી. તેણે કહ્યું: “મારે તમારી સાથે એક ખાનગી વાત કરવી છે.” એટલે અમે બંને પાસેના ઓરડામાં ગયા. ત્યાં એ વ્યક્તિએ જણાવ્યું કે “મારે અને તમારે આમ તે કંઈ ઓળખાણ નથી, પણ મેં તમારું નામ સાંભળેલું છે અને તેથી જ અહીં આવ્યો છું. તમે મારી રૂપિયા બે હજારની આ રકમ અનામત રાખો.” અને તેણે પોતાના ગજવામાંથી રૂપિયા બે હજારની નેટ કાઢી. વિશેષમાં તેણે કહ્યું: “હું ગુજરાતના પ્રવાસે જવા ઈચ્છું છું, એટલે આ મને મારી સાથે ફેરવવાની ઈચ્છા નથી.”
આગંતુકના આ શબ્દો સાંભળતાં જ અમે આશ્ચર્યમાં ડૂબી ગયા અને ફરી તેના ચહેરા સામે જોયું, પણ એ ચહેરે ધીર-ગંભીર હત, સ્વસ્થ અને પ્રસન્ન હતે.
- અમે કઈ પણ જાતની આનાકાની કર્યા વગર એ રકમને સ્વીકાર કર્યો અને મુંઝવણમાંથી મુક્ત થયા. એક માસ પછી એ વ્યક્તિ પાછી આવી અને તેને રૂપિયા બે હજારની રકમ પરત કરવામાં આવી. પછી એ વ્યક્તિને ફરી મેળાપ એ નથી કે તેના તરફથી કઈ પત્ર આવ્યું નથી.