________________
૧૨૦
ઉવસગ્ગહરે તેત્ર આ રીતે તેત્રની પાંચેક વાર ગણના કરી ત્યાં પરસે વળવા લાગ્યો અને થડી વારમાં જ તાવ તદ્દન ઉતરી ગયો.
પછી અમે કેટલાંક પુસ્તક જોયાં, બેડી નેધ કરી અને સાડાત્રણ વાગે માણસ તેડવા આવ્યા, તેની સાથે હંસરાજ પ્રાગજી હેલમાં ગયા. બરાબર ચાર વાગ્યે અમારું
જૈન ધર્મ અંગે ભાષણ થયું અને તે પાંત્રીશ મીનીટ ચાલ્યું. આ ભાષણ અમે ઊભાં ઊભાં જ કર્યું હતું.
આ ઘટનાએ અમારા હૃદયમાં ઉવસગહર સ્તોત્ર વિષે કે ભાવ–કે આદર જન્મા હશે, તેની પાઠકો પોતે જ કલ્પના કરી લે.
આ ઘટના પછી થોડા જ વખતે અમે જતિ કાર્યાલય નામની અમારી પ્રકાશન સંસ્થાનું તિ કાર્યાલય લીમીટેડના રૂપમાં પરિવર્તન કર્યું. તેમાં મહત્ત્વાકાંક્ષી સ્વભાવને લીધે સાથરા કરતાં સોડ લાંબી ખેંચાઈ અને તેથી દ્રવ્યની તંગી ભેગવવાને વખત આવ્યું. એ વખતે કામ તે નિયમિત અને સારું ચાલતું હતું, પણ વ્યવહાર નિભાવવા માટે અમારે ખૂબ કાળજી રાખવી પડતી હતી અને મિત્રે તથા સંબંધી વર્ગની સહાય લેવી પડતી હતી.
તેમાં એક વખત કસોટી આવી પડી. અમારે લખેલે રૂપિયા બે હજારને ચેક બેંકમાં રજૂ થયે હતો અને તે સીકરાય તે માટે અમારે બેથી ત્રણ કલાકમાં તેટલી રકમ બેંકમાં ભરી દેવાની જરૂર હતી. કાર્યાલય શરૂ થયા પછી વ્યવસ્થાપકે આ બાબતમાં અમારું ધ્યાન ખેંચ્યું, પણ તેને