________________
તે અંગે અમારે અનુભવ
૧૯
પેલા વકીલ મિત્ર સ ંકોચ પામ્યા. તેમણે કહ્યું : ‘ આવી તબિયત છે, માટે આવવાનુ રહેવા દો. એ તા ચલાવી લઈશું. ’ અમે કહ્યું : ' પણ અત્યારે તમે કોને કહેવા જશે ? એના અર્થ તે એ જ કે જૈન ધર્મ પર ખેલવાનું મુલતવી રહેશે.
તેમણે કહ્યું : ' હા, લગભગ એમ જ થશે. ’
અમે કહ્યું : · એમ અનવુ ન જોઈ એ, એ વખતે તાવ અવશ્ય ઉતરી ગયેા હશે અને અમે જરૂર આવીશું. સાડાત્રણ વાગે કાઈને પણ તેડવા મેાકલશે.
2
પેલા મિત્ર રાજી થઈ ને ગયા. હવે અમે ઉવસગ્ગહર સ્તેાત્રની સહાય લેવા વિચાયું. આ વખતે અમે વિષધરસ્ફુલિંગમંત્ર જાણતા ન હતા કે તેના જાપ કર્યાં ન હતા, પણ અમને એવા દૃઢ વિશ્વાસ હતા કે આ સ્તેાત્રની ભક્તિભાવથી ગણના કરીશુ, એટલે અમારા તાવ ઉતરી જશે અને અમે સમયસર હાલમાં પહોંચી ભાષણ કરવાને શક્તિમાન થઈશું. પછી અમે ઉવસગ્ગહરં સ્તેાત્રની ગણના કરવા માંડી. ગણના કરવા માંડી, એટલે ઝડપથી એલી ગયા, એમ નહિ; તેને પ્રત્યેક શબ્દ ધ્વનિ ઉઠે એ રીતે ભાવપૂર્વક ખેલવા લાગ્યા. અહીં એ પણ જણાવી દઈએ કે જ્યારે અમે આ રીતે થોડીવાર ઉવસગ્ગહર રસ્તાત્ર ખેલીએ છીએ, ત્યારે પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની અતિ સુંદર આકૃતિ અમારા માનસપટ અંકિત થઇ જાય છે અને તેમાં અમારી ચિત્તવૃત્તિએ એકાગ્ર થઈ જાય છે.