________________
૧૧૮
ઉવસગ્ગહરં સ્તોત્ર અમે કહ્યું : “હમણું માપ્યું હતું. લગભગ ૧૦૪ ડીગ્રી છે.”
તેમણે કહ્યું : “ ત્યારે તે શું બની શકે ?”
અમે કહ્યું: “આપ જે કામે આવ્યા છે તે જણાવે, એમાં સંકેચ પામવાનું કારણ નથી.”
તેમણે કહ્યું : “તમારું ખાસ કામ હતું, પણ આ તબિયત જોયા પછી કહેવાનું દિલ થતું નથી.”
અમે કહ્યું : “આવી તબિયત બધે વખત ઘેડી રહેવાની છે?”
તેમણે કહ્યું : “પણ આજનું જ કામ હતું. અહીં હંસરાજ પ્રાગજી હેલમાં એક નાનકડું ધર્મસંમેલન ગોઠવ્યું છે. તેમાં હું એક કાર્યકર્તા છું. મેં જૈન ધર્મ ઉપર બોલનાર તરીકે તમારું નામ આપ્યું છે, પણ હવે તમારાથી તો આવી શકાશે નહિ, તે શું કરીશું?”
અમે પૂછ્યું : “સંમેલન કેટલા વાગે છે?” - તેમણે કહ્યું : “બપોરના ત્રણ વાગે. પણ જૈન ધર્મ પર બેસવાનું લગભગ ચાર વાગે આવશે.” - અમે કહ્યું: ‘વારુ, બરાબર સાડાત્રણ વાગે તેડવા આવજે. હું જૈન ધર્મ ઉપર બોલીશ.”
આ વખતે બાજુમાં અમારાં ધર્મપત્ની બેઠાં હતાં, તે બોલી ઉઠયાઃ “તમે આ શું કહે છે? શરીર તાવથી ધમધમી રહ્યું છે અને તમે સાડાત્રણ વાગ્યે બહાર શી રીતે જઈ શકશે? વળી ત્યાં તે તમારે ભાષણ કરવાનું છે.”