________________
ઉવસગ્ગહર સ્તોત્રના અજઞ પ્રભાવ
૧૦૭*
તે દિવસથી પાદત્ત શેઠે બધા ગૃહલાર પ્રિય કરને સોંપ્યા અને પાતે ધર્મારાધનમાં જ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. પ્રિયશ્રીએ પણ ત્યારથી વિશેષ ધર્મારાધન કરવા માંડ્યું.
[ ૭ ]
એક વાર પ્રિયંકર ઘેાડે દૂરનાં એક ગામડે ઉઘરાણી માટે ગયા હતા, ત્યાંથી સાંજના સમયે પાછા ફરતાં ચાર લેાકેાએ તેને પકડી લીધા અને તે એને પોતાના સરદ્વાર પાસે લઈ ગયા. આ સરદાર જાતને ક્ષત્રિય હતા, પણ સયેાગવશાત્ આ ધંધામાં પડયા હતા. તેણે પ્રિય કરને પૂછ્યુ કે ‘તુ કાણુ છે ?' ત્યારે પ્રિયંકરે કહ્યું કે હું અશોકપુરના પાર્શ્વદત્ત વિણકના પુત્ર છું અને સામાન્ય વ્યાપાર–રાજગારથી મારો નિર્વાહ કરું છું.'
'
'
'
સરદારે કહ્યુ: · અમારે તારા ખપ નથી, પણ તું એક કામ કર. અશાકપુરના રાજા સાથે અમારે બહુ દુશ્મનાવટ છે, તેથી મારા માણસાને તારાં ઘરમાં છૂપી રીતે પાંચસાત દિવસ રહેવા દે. તે દરમિયાન તેઓ રાજકુંવરને કે મંત્રીપુત્રને પકડી શકશે. જો તું આ શરત કબૂલ કરતા હાય, તો તને છેડી મૂકીએ. ’
,
પ્રિયકરે કહ્યું: એ કાર્ય મારાથી બની શકશે નહિ, કારણ કે કંઠે પ્રાણ આવે તો પણ અક વ્ય કરવું યાગ્ય નથી.’
સરદારે કહ્યું: ‘ત્યારે તારા માટે અદીખાનું અને હેડ તૈયાર છે. ' પછી ચારાને હુકમ કરવાથી તેમણે પ્રિય'કરના પગમાં હેડ નાખી અને તેને બંદીખાનામાં પૂરી દીધા.