________________
૧૦૬
ઉવસગ્ગહરે તેત્ર દ્રવ્ય તથા સાત પ્રકારનાં ત વગેરેને જાણકાર છે. તે હમેશાં નવકારમંત્રની ગણના કરવા લાગે તથા સામાયિક, પ્રતિકમણ, પૂજા, દાન વગેરે ધર્મનાં કાર્યો કરવા લાગે. આથી ગુરુએ પ્રસન્ન થઈને તેને ઉવસગ્ગહરં સ્તોત્ર શીખવ્યું અને તે સાથે તેને આમ્નાય પણ શીખવ્યું કે પ્રાતઃકાળે, બ્રાહ્મ મુહૂ, પૂર્વ દિશા તરફ મેં રાખીને ૧૦૮ વાર તારે આ તેત્રને જાપ કરે. કુલ ૧૨૦૦૦ વાર સંપૂર્ણ જાપ કરવાથી સકલ મને રથની સિદ્ધિ થશે. આ આખું રતેત્ર મંત્રમય છે, તે પણ કષ્ટના સમયે પહેલી ગાથાનું ખાસ મરણ કરવું.”
તે વખતથી પ્રિયંકરે આ સ્તોત્ર ગણવાને નિયમ લીધે અને દરરોજ તેની ગણના કરવા લાગે. તે અનન્ય મનથી તેની ગણના કરતો હતો. કોઈ વાર સંયોગવશાત્ તેની ગણના ન થઈ શકતી, તે તે દિવસે ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ અને મીઠાઈ એ છ રસ ખાવાનું છેડી દેતે હતું. આ પ્રમાણે તેનું નિત્ય સ્મરણ કરવાથી એ તેત્ર સિદ્ધ થયું અને તે પિતાને ભાગ્યશાળી માનવા લાગે.
એક વાર પ્રિયંકરે પાર્શ્વદત્ત શેને કહ્યું: “પિતાજી! આપ હવે વ્યાપાર છોડીને માત્ર ધર્મધ્યાન કરો, કારણ કે વૃદ્ધાવસ્થાથી ઈદ્રિયે તદ્દન શિથિલ ન થઈ જાય તે પહેલાં જ ધર્મનું આચરણ કરી લેવું ઉત્તમ છે. વળી જે રાત્રિ વ્યતીત થાય છે, તે કાંઈ પાછી પ્રાપ્ત થતી નથી, એટલે તેને ધર્મારાધનથી સફળ કરી લેવી ઘટે છે. હું હવે ઘરને સઘળે ભાર ઉપાડી લઈશ.”