________________
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ
૧૫ જેવાં મીઠાં હતાં. તે પછી પાપડ, ફરસાણ, ચટણી અને રાયતાં પીરસ્યાં અને છેવટે ઊંચી કદના ભાત સાથે કઢી પીરસી.
બધાને એટલા આગ્રહપૂર્વક જમાડવામાં આવ્યા કે તેઓ ટેકે લઈને માંડમાંડ ઊભા થયા. પછી તેમને કેસર, કસ્તૂરી તથા બીજી સુગંધી વસ્તુઓથી તૈયાર થયેલાં પાનનાં બીડાં આપવામાં આવ્યાં અને જતી વખતે દરેકને એકેકું રેશમી વસ્ત્ર આપવામાં આવ્યું. આ જોઈ તેઓ બધા શરમાઈ ગયા અને એક વખત પિતે પ્રિયશ્રી સાથે કેવું વર્તન કર્યું હતું, તે યાદ લાવીને પિતાની ભૂલને અફસેસ કરવા લાગ્યા. ખરેખર ! દુષ્ટતાને જિતવાને ઉપાય વધારે દુષ્ટતા નહિ, પણ ઉદારતાભર્યો વ્યવહાર જ છે.
તે દિવસથી શેઠનું નામ શહેરમાં ગાજતું થયું. તેમને વ્યવહાર શુકલપક્ષના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વધવા લાગ્યો. પહેલા હતાં, તેના કરતાં પણ હવે તેઓ સવાયા થયા.
- પ્રિયંકર પંડિતજી પાસે વિનયથી અભ્યાસ કરવા લાગ્યો અને પંડિતજી પણ તેને વિનય જોઈને તેને સારી રીતે શીખવવા લાગ્યા. કહ્યું છે કે “વિદ્યા વિનયથી મળે છે, પુષ્કળ ધનથી મળે છે, અથવા તે વિદ્યાના બદલામાં મળે છે, પણ તેને મેળવવાને થે ઉપાય નથી.”
વ્યવહાર-વિદ્યા ભણ્યા પછી પ્રિયંકર ગુરુ પાસે ધર્મશાસ્ત્રો શીખવા લાગે અને ટૂંક સમયમાં જ્ઞાનાદિ-રત્નત્રયી, દાનાદિ ચતુર્વિધ-ધર્મ, પાંચ પ્રકારના આચાર, છ પ્રકારનાં