________________
ઉવસગ્ગહર સ્તાત્ર
'
· જેવું કરે તેવું સામ' કરવુ. સામેા હસે તે આપણે પણ હસવું. તેં મારી બે પાંખા તેાડી નાખી, તેા મેં તારું મસ્તક મુંડી નાખ્યું.'
૧૦૪
પ્રિયશ્રીએ કહ્યું : સ્વામિન ! એમ બેલવું આપને ઉચિત નથી. ઉત્તમ જનેએ તે! અપકાર ઉપર પણ ઉપકાર જ કરવા ઘટે.’
પ્રિયશ્રીના આગ્રહથી શેઠે મેટો જમણવાર કરવાનું નક્કી કર્યું અને બધાં સ્થળે માણસા મેકલી નેતરાં ફેરવ્યાં. આ માણસા જ્યારે તેમનાં સાળાઓને ત્યાં નેાતરા દેવા ગયા, ત્યારે તેઓ એમની મશ્કરી કરવા લાગ્યા. આથી માણસા પાછા આવ્યા અને તેમણે બનેલી બધી હકીકત કહી સભળાવી. ત્યારે પ્રિયશ્રીએ કહ્યું : “ હું સ્વામિન ! તેમને નેતરાં આપવા તે તમે જાતે જ જાએ. એટલે શેઠ એક શણગારેલા ઘેાડા પર સવાર થઈને તેમને ત્યાં ગયા. તેમને આ રૂઆબ જોઈને સાળાઓ વગેરેને લાગ્યું કે ‘શેઠના હાથ જરૂર કોઈ ધનમાલ પર પડયો હાવા જોઈએ, નહિ તો આવા આડંબર હાય નહિ.' તેથી તેમણે એમનાં નિયંત્રણના સ્વીકાર કર્યાં.
હવે શેઠે બધાં સગાંવહાલાંઓ માટે થાળી વાડકા મૂકાવ્યાં અને પહેલું સાકરનું પાણી પીરસાવ્યું. પછી ખાજા, સુવાળી, સેવઈઆ લાડુ, દળિયા લાડુ, માતિયા લાડુ તથા મેસુર અને થરા પીરસ્યા. ત્યાર બાદ ભાત-ભાતનાં શાક પીરસ્યાં, તેમાં કેટલાંક દુનનાં હૃદય જેવાં તીખાં હતાં, કેટલાંક ગુરુવચન જેવાં તૂરાં હતાં, અને કેટલાંક માનાં હેત