________________
ઉવસગ્ગહર સ્તોત્રનો અજબ પ્રભાવ . ૧૦૩ परार्थग्रहणे येपां, नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां, स्वर्थमेव स्वयंवराः॥
- “જેમને પારકું દ્રવ્ય ગ્રહણ કરવું નહિ, એવો નિયમ હોય છે, તે શુદ્ધ ચિત્તવાળા પુરુષો તરફ લક્ષમી પોતે જ સ્વયંવર થઈને આવે છે.”
ઘણું ધન આવતાં પાર્શ્વદત્ત શેઠે નવાં મકાન ચણવ્યાં, ઘણું વસ્ત્રાભૂષણે કરાવ્યાં અને ઘરમાં નોકરચાકર પણ રાખી લીધાં. વળી તેમણે વ્યાપાર પણ સારી રીતે ખેડવા માંડ્યો અને જોતજોતામાં તેમની પ્રતિષ્ઠા જામી ગઈ. હવે તેમને ત્યાં લોકેની અવરજવર સારા પ્રમાણમાં થવા લાગી અને રસ્તામાં પણ અનેક સલામ ભરાવા લાગી. જ્યારે વેળા વળે છે, ત્યારે મનુષ્યને કઈ વાતની ખામી રહેતી નથી.
અનુક્રમે પ્રિયંકર મોટો થવાથી તેને નિશાળે બેસાડવાનો અવસર આવ્યું, ત્યારે પ્રિયશ્રીએ પતિને કહ્યું: “આ અવસર ઠીક છે. આપણે બધાં સગાંવહાલાંઓને બેલાવીને જમાડો અને તેમનું ગૌરવ કરે.”
શેઠે કહ્યું : “એ બધાનું ગૌરવ કરવાથી શું ? જે વર્તાવ તેમણે આપણી સાથે કર્યો છે, તે જ વર્તાવ આપણે તેમની સાથે કરે જોઈએ.
कृते प्रतिकृतं कुर्यात् , हसिते प्रतिहासितम् । त्वया मे लुश्चितो पक्षौं, मया ते मुण्डितं शिरः॥