________________
૧૦૦
ઉવસગ્ગહરે તેત્ર ગણિકા નિધન થઈ ગયેલા પુરુષને ત્યજી દે છે અને મૃગો. બળી ગયેલા વનને ત્યજી દે છે. તાત્પર્ય કે બધા મનુષ્ય પિતાપિતાના સ્વાર્થમાં રમે છે, તેથી આ જગતમાં ખરેખર કઈ કઈને વહાલું નથી.”
લગ્નસમારંભ પૂરો થયે, એટલે બધી બહેનને રેશમી વસ્ત્રો અને અલંકારો ભેટ આપવામાં આવ્યાં, ત્યારે પ્રિયશ્રીને એક સાવ મામુલી સાડી આપવામાં આવી. માના જણ્યા સગા ભાઈઓ પણ સમય આવ્યે કેવા પલટાઈ જાય છે, તે જોઈને પ્રિયશ્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. પણ અત્યારે બોલવા જે સમય ન હતા. કંઈપણ બેલવા જતાં રહ્યો-સહ્યો સંબંધ પણ તૂટી જાય તેમ હતો.
- પ્રિયશ્રી તદ્દન ઉતરી ગયેલાં મેંઢે ઘરે આવી. તે જોઈ પાર્શ્વદત્તે કારણ પૂછ્યું, પણ કુલીન સ્ત્રી પોતાનાં પિયરની વાત ધણને એકદમ કેમ કહે ? કહ્યું છે કે– .
आरतः परतो वार्ता, न कुर्वन्ति कुलस्त्रियः । मध्यमाः कलहं गेहे, कारयन्ति परस्परम् ॥
જે કુલસ્ત્રીઓ છે, તે આગળ-પાછળની વાત કહેતી નથી. અને જે મધ્યમ કેટિની છે, એ ગૃહમાં-ઘરમાં એક બીજાને લડાવી મારે છે.”
પાર્શ્વદત્ત જ્યારે બહુ આગ્રહ કર્યો, ત્યારે પ્રિયશ્રીએ બનેલી વાત કહી સંભળાવી. // પાર્શ્વદત્તે તેને આશ્વાસન આપતાં કહ્યું કે “હે પ્રિયે! આમાં કેઈને દોષ નથી. દોષ આપણા ભાગ્યને છે. આજે