________________
ઉવસગ્ગહર સ્તાત્રના અજમ પ્રભાવ
૧૦૧
આપણા વખત મેળેા છે, એટલે આપણા પર કોઈની નજર ઠરતી નથી, માટે હવે બને તેટલું ધર્મધ્યાન કરવું અને પુણ્ય ઉપાર્જન કરવું. પુણ્યના પુજ વધશે, એટલે આપેઆપ બધા સારાં વાનાં થઈ જશે.
ત્યારથી પતિપત્ની રાજ સવારમાં વહેલા ઉઠીને નવકાર મંત્રને જાપ કરવા લાગ્યાં તથા સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુપૂજા વગેરે ધાર્મિક કાર્યમાં વધારે ધ્યાન આપવા લાગ્યાં. [૪]
લક્ષ્મી પુણ્યથી મળે છે, પુણ્યથી સચવાય છે અને પુણ્યથી જ ભોગવાય છે. જેએ એમ સમજે છે કે લક્ષ્મીનું ઉપાર્જન ઘણા ધંધા કરવાથી થાય છે, અથવા ચાલાકીથી થાય છે, અથવા સાચા-ખોટા ગમે તેવા ઉપાયેા કામે લગાડવાથી થાય છે, તે ખાટા રસ્તે છે અને તેમની સમજ અધૂરી તથા ઉલટી છે. અનુભવ એ વાતને સંપૂર્ણ ઈન્કાર કરે છે.
પાર્શ્વવ્રુત્ત અને પ્રિયશ્રી ધાર્મિક નિયમેને અનુસરવા લાગ્યા, ત્યારથી તેમનું અંતઃકરણ ખૂબ પ્રસન્ન રહેતું હતું. તેમને આત્ત ધ્યાન કે રોદ્રધ્યાન થવાના પ્રસંગ ભાગ્યે જ આવતા હતા. અને તેજ એમની સહુથી મોટી કમાણી હતી.
હવે એક વાર પ્રિયશ્રી ઘરને નવુ લિ ́પણ કરવા માટે નગરની બહાર માટી ખાદવા ગઈ, તે વખતે ભૂમિમાં એક મેટો ચરૂ દેખાયા, એટલે તેણે એ જગાને માટીથી દાટી દીધી અને ઘરે આવીને શેઠને વાત કરી. શેઠે કહ્યું : પ્રિયે !