________________
ઉવસગ્ગહર સ્તોત્રનો અજબ પ્રભાવ
૯૦ પાWદન શેઠે પૂછ્યું: “તમારું નામ શું ?” તે વખતે દેવે કહ્યું: “મારું નામ પ્રિયંકર છે. તેમને કોઈ વખત મુશ્કેલી આવે તો આ સ્થળે આવજે અને મારું નામ દઈને ધૂપ કરજે, એટલે હું તમારી સર્વ આશાઓ પૂરી કરીશ. અણધાર્યું આટલું આશ્વાસન મળવાથી શેઠનું મન હળવું થયું અને તેઓ હરખાતાં હૈયે નગરમાં દાખલ થયા. ત્યાં પિતાનું પુરાણું ઘર સાફ કરીને સ્થિતિ મુજબ રહેવા લાગ્યા.
[૩] એક વાર પ્રિયશ્રી ભાઈને લગ્ન પ્રસંગે પિયરમાં ગઈ. ત્યાં બધી બહેનોને સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થયેલી જોઈને તેને ખૂબ લાગી આવ્યું. તેમની આગળ પોતે સાવ મુફલીસ લાગતી હતી. તેથી તે એક બાજુએ બેસીને પોતાના ભાગ્યને ઠપકો આપવા લાગી. અને ત્યાં બન્યું પણ એવું કે બધા રૂઆબથી અંજાઈને બીજી બહેનનું માન-સન્માન કરવા લાગ્યા, ત્યારે પ્રિયશ્રીને કેઈએ ભાવ પણ ન પૂછો.
કહ્યું છે કે
वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः, पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा भ्रष्टं नृपं सेक्काः । निद्रव्यं पुरुषं त्यजन्ति गणिका दग्धं वनान्तं मृगाः, सर्वः स्वार्थवशाज्जनोऽभिरमते नो कस्य को वल्लभः ॥
“પક્ષીઓ ફળ વિનાનાં વૃક્ષને ત્યજી દે છે, સારસ સૂકાઈ ગયેલાં સરોવરને તજી દે છે, ભ્રમરે કરમાઈ ગયેલાં પુષ્પને તજી દે છે, સેવકે ભ્રષ્ટ થયેલા રાજાને ત્યજી દે છે,