SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તેાત્રનેા અજમ પ્રભાવ ૯૫ હવે સારું મુહૂત આવ્યું, ત્યારે રાજાએ તે હારને ખાનામાંથી બહાર કાઢવાના હુકમ કર્યાં, પરંતુ તે વખતે ખજાનચીએ ધ્રૂજતાં ધ્રુજતાં કહ્યું : ‘ નામવર ! બહુ તપાસ કરવા છતાં તે હાર ખજાનામાં જણાતા નથી. ’ રાજાએ કહ્યું : ‘ એ સ્થાનમાં તારા સિવાય બીજા કોઈ ના પ્રવેશ નથી, માટે જેવુ હાય તેવુ કહી દે; નહિ તે તને ચારી કરવા માટે શૂળીએ ચડાવીશ. 6 ખજાનચીએ કહ્યું : મહારાજ ! આ બાબતમાં હું... કંઈ પણ જાણતા નથી. હું તદ્ન નિર્દોષ છું. છતાં આપને મારાં વચનમાં વિશ્વાસ આવતા ન હેાય તે આપ ફરમાવે તે કરવા હું તૈયાર છું. ’ રાજાએ વિચાર કર્યા કે વાતની ઊંડાણમાં ઉતર્યાં વિના ઉપરટપકેનાં અનુમાનથી કોઈના પર કલંક મૂકવું તે યાગ્ય નથી. તેથી ખજાનચી પર વધારે દબાણ ન કરતાં નગરમાં ઢ ઢેરા પીટાવ્યા કે જે કોઈ દેવવલ્લભ હારના પત્તો મેળવી આપશે, તેને રાજા પાંચ ગામ ઈનામમાં આપશે.’ : આ ઢંઢેરા સાત દિવસ સુધી પીટાવા છતાં કોઇએ તેને જીલ્યા નહિ, એટલે રાજાએ જોશીને મેલાવીને પૂછ્યુ કે આ હાર મને પાછા મળશે કે નહિ ? ’તે વખતે બધા જોશીએ ચૂપ રહ્યા, પણ વૃદ્ધ જોશીએ કહ્યું: ‘હે રાજન્ ! એ હાર તમને પાછો મળશે. પણ બહુ લાંબા સમયે અને તે જેની પાસેથી મળશે, તે તમારી ગાદીએ બિરાજશે. એનું નિશાન એ કે આજથી ત્રીજા દિવસે તમારા હાથી પચત્વ પામશે.” 2/16
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy