________________
-૯૪
ઉવસગ્ગહરે તેત્ર થવા લાગ્યા અને મનહર આભૂષણ ઘડાવા લાગ્યાં. કારીગર અને કલાકારે પિતાનું પાણું બતાવવા લાગ્યા. એવામાં પાટલીપુત્રથી આવેલાં કેટલાક સોનીઓએ પ્રણામ કરીને રાજાને કહ્યું : “હે મહારાજ! આપના મોટા કુંવરનાં લગ્ન સાંભળીને અમે બહુ રાજી થયા છીએ અને આ શુભ પ્રસંગે અમે પણ અમારી કલાને કંઈક ચમત્કાર બતાવવા ઈચ્છીએ છીએ. જે કે આપના અશોકપુરમાં કલાકારોની ખોટ નથી, તે પણ ઘોડા-ઘોડામાં અને હાથી–હાથીમાં જેમ ફેર હોય છે, માણસ-માણસમાં અને સ્ત્રી-સ્ત્રીમાં જેમ ફેર હોય છે, તેમ કલા-કલામાં પણ ફેર હોય છે. અમે એવાં દિવ્ય આભૂષણે બનાવી શકીએ છીએ કે જેને પહેરવાથી રંક હોય તે રાજા બને છે અને રાજા હોય તે મહારાજાધિરાજ થાય છે. અમારી આ કલા દેવથી અધિષ્ઠિત છે.”
આ જવાબથી હર્ષિત થયેલા રાજાએ તેમને એક હાર બનાવવાની વરધી આપી અને તે માટે તેનું મેતી, હીરા, રત્ન વગેરે જે જે સામગ્રી જોઈએ, તે પૂરી પાડવાને ખજાનચીને હુકમ કર્યો.
વિશ્વાસુ માણસોની દેખરેખ નીચે છ મહિને તે હાર તૈયાર થયે, ત્યારે ખરેખર તે દિવ્ય હાર જેવો જણાવા લાગે. આ અનુપમ હાર હજી સુધી કેઈએ જે ને હતો. રાજાએ તેના ઘડવૈયાઓની ગ્ય કદર કરી અને તે હારનું નામ દેવવલ્લભ રાખ્યું. પછી કોઈ સારાં મુહૂર્ત ધારણ કરવાની ઈચ્છાથી તે હારને સુરક્ષિત ખજાનામાં મૂકવામાં આવ્યું.