________________
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ
૯. અને મનને જ્યાં ત્યાં રખડવા દેવું નહિ. તે જ તેનું સાચા અર્થમાં સ્મરણ થયું ગણુય. જો આવું સ્મરણ રેજ ૧૦૮ વાર કરવામાં આવે તો મનમાં ધારેલા કેઈપણ કાર્યની સિદ્ધિ અવશ્ય થાય તથા લક્ષમી સ્થિરવાસ કરીને રહે. અન્ય શબ્દોમાં કહીએ તે તેને કદી પણ ધનની-પૈસાની તંગી પડે નહિ..
शाकिन्यादिभयं नास्ति, न च राजभयं जने । पण्मासं ध्यायमानेऽस्मिन्नुपसर्गहरस्तवे ॥८॥
આ ઉપસર્ગહર સ્તોત્રનું છ મહિના સુધી મરણ કરનાર માણસને આ લેકમાં શાકિની વગેરેનો તથા રાજા તરફ ભય રહેતું નથી.”
प्रत्यक्षा यत्र नो देवा, न मन्त्रा न च सिद्धयः । उपसगेहरस्यास्य, प्रभावो दृश्यते कलौ ॥॥
જે સમયમાં દેવે પ્રત્યક્ષ થતા નથી, તેમજ મંત્રો અને સિદ્ધિઓ પણ પ્રત્યક્ષ થતી નથી, એવા આ કલિકાલમાં આ ઉપસર્ગહરસ્તોત્રને પ્રભાવ બરાબર જોવામાં આવે છે.”
સત–સત્ય, ત્રેતા અને દ્વાપયુગમાં દેવે જેટલા સહેલાઈથી પ્રકટ થતા, મંત્રી અને સિદ્ધિઓ જેટલી સહેલાઈથી પ્રાપ્ત થતી, તેટલી સહેલાઈથી આજે કલિકાલમાં
૧ આ ગાથા પછી કેટલીક પ્રતિઓમાં “ નગન નો મ', વાળી ગાથા નજરે પડે છે, પણ તેને પાઠ શુદ્ધ નહિ હોવાથી અહીં લીધેલી નથી.