________________
ઉવસગ્ગહરે તેત્ર કાસન સરલતાથી થઈ શકતું હોય તે તે ગ્રહણ કરવું, અન્યથા સુખાસને બેસવું. પણ તે વખતે કાયાને સ્થિર રાખવી, એટલે કે જરા પણ હલાવવી નહિ. હાથ-પગ ઊંચા નીચા કરવા, ડેક મરડવી, આમતેમ જવું કે કોઈ પણ પ્રકારની ઈશારત કરવી, એ આ નિયમનો ભંગ કરવા બરાબર છે. . બીજું એ વખતે મૌન ધારણ કરવું, એટલે કેઈની સાથે કોઈ પ્રકારની વાત કરવી નહિ તથા સ્તોત્રને પાઠ પણ મનથી જ કરે. - ત્રીજું એ વખતે ચિત્તને સ્થિર રાખવું, એટલે કે તેને
જ્યાં ત્યાં રખડવા દેવું નહિ. તેની સર્વ વૃત્તિઓ ઉપસહિર સ્તવનના માનસિક સ્મરણમાં જ એકાગ્ર કરી. મંત્રવિશારદોને. એ અભિપ્રાય છે કે જ્યાં સુધી મંત્ર અને મન એક થાય નહિ, અર્થાત્ તેનું અભેદભાવે મરણ-ચિંતન થાય નહિ, ત્યાં સુધી મંત્રાર્થ કે મંત્રચેતન્ય પ્રકટ થતાં નથી અને તેને પ્રભાવ જોવામાં આવતો નથી. સંત કબીરે કહ્યું છે કે—
माला तो करमें फिरे, जीभ फिरे मुखमांही ।
मनडु तो चिहुँ दिश फिरे, ए तो सुमिरन नाही। - “હાથમાં માળા ફરી રહી હોય, મુખમાં જીભ ફરી રહી છે અને મને ચારે દિશામાં ભટકી રહ્યું હોય તે તેને સ્મરણ કહેવાય નહિ.”
તાત્પર્ય કે જ્યારે આ સ્તોત્રનું સ્મરણ કરવા માટે માળા ફેરવતા હોઈએ ત્યારે મુખમાં જીભ હલાવવી નહિ