________________
ઉવસગ્ગહર સ્તાત્રની ઉત્પત્તિ
૭૭
માલૢ પડયું, પણ તે શ્રી ભદ્રમાડુ સ્વામીના કહ્યા મુજબ કુંડાળાની કિનારે પડ્યું અને તેનુ વજન કરી જોતાં તે ખરાખર સાડી એકાવન પળ થયું'. આથી વરાહમિહિરની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો અને તે જૈનસ ંઘ તથા જૈન મુનિના વધારે દ્વેષ કરવા લાગ્યું.
એવામાં રાજાને ત્યાં પુત્રજન્મ થયા. વરાહમિહિરે તેની કુંડલી મનાવી અને ભવિષ્ય ભાખ્યું કે ‘ આ રાજકુમાર પૂરાં સેા વર્ષ જીવશે.’ આથી રાજા અને પ્રજાને ઘણા આનદ થયા અને માટો ઉત્સવ ઉજવાયેા. એ વખતે બધા ધર્મના ગુરુઓ ખુશાલી બતાવવા રાજા પાસે ગયા અને · આ પુત્ર ઘણુ જીવા ’ એવા આશીર્વાદ આપી આવ્યા, પરંતુ શ્રી ભદ્રબાહુ સ્વામી ત્યાં ગયા નહિ કે તે માટે તેમણે પેાતાના આશીર્વાદ પાઠવ્યા નહિ.
6
'
આ પ્રસંગનો લાભ લઈ વરાહમિહિરે રાજાને કહ્યું : રાજન્ ! આપને ત્યાં લાંબા વખતે પુત્રજન્મ થવાથી સહુ ષિત થયા અને પેાતાની ખુશાલી બતાવી ગયા, પણ જેનેાના આચાર્ય ભદ્રમા આવ્યા નહિ, તેનું કારણ તે તમે જાણેા.
'
રાજાએ શકડાલ મંત્રીને પૂછ્યું કે · આ આનંદ પ્રસ ંગે બધા મને મળવા આવ્યા, પણ તમારા ગુરુ કેમ ન આવ્યા ? ’ શકડાલ મંત્રીએ કહ્યું : ‘ એમને પૂછીને કાલે જવાબ આપીશ.’
શકડાલ મંત્રી શ્રી ભદ્રબાહુ સ્વામીને મળ્યા અને કારણ પૂછ્યું. શ્રી ભદ્રમાડું સ્વામીએ કહ્યું : · મુનિઓને જન્મથી હર્ષ અને મરણથી શાક થતા નથી. વળી એ રીતે રાજાને