________________
૭૮
ઉવસગ્ગહરં સ્તાત્ર
ત્યાં જવાના એમના આચાર પણ નથી. પરંતુ આ વાત કોઇ એ રાજાને ઉશ્કેરવા માટે જ કરી છે, તેથી તેની જિનશાસન પર અપ્રીતિ ન થાય, તેમ કરવું જોઈ એ. વારુ, તમે રાજાને એમ કહેજો કે નકામુ એ વખત આવવું જવું શા આ પુત્ર તેા આજથી સાતમા દિવસે બિલાડીથી મરણ પામવાના છે.'
માટે ?
શકડાલ મંત્રીએ આ વાત રાજાને કરી, એટલે રાજાએ પુત્રની રક્ષા કરવા ખૂબ ચાકી–પહેરા મૂકી દીધા અને નગરની બધી બિલાડીઓને પકડાવી દૂર માકલી દીધી. પણ મન્સુ એવું કે સાતમા દિવસે ધાવમાતા બારણામાં બેસીને પુત્રને ધવરાવતી હતી, તે વખતે અકસ્માત તે પુત્ર પર લાકડાના આગળિયા પડ્યો અને તે મૃત્યુ પામ્યા. આથી સંત્ર શેક છવાઈ ગયા અને વરાહમિßિર પેાતાનું મુખ સંતાડવા લાગ્યું.
6
આ વખતે શ્રી ભદ્રબાહુ સ્વામી રાજાના શેક નિવારવા રાજમહેલમાં ગયા. ત્યાં રાજાને સંસારનુ સ્વરૂપ સમજાવ્યું અને શાંત્વન આપ્યું. રાજાએ તેમના જ્યાતિષજ્ઞાનની પ્રશંસા કરી અને સાથે એ પણ પૂછ્યું' કે · ખિલાડીથી મરણ થશે, એ વાત સાચી કેમ ન પડી ?' એ વખતે આચાર્યશ્રીએ આગળિયા મગાળ્યા તા તેના પર ખિલાડીનું માઢું કરેલુ હતુ. આથી રાજાને સતાષ થયા અને તે આચાર્યશ્રીના પરમ ભક્ત બન્યા.
આ પ્રસંગથી વરાહમિહિરના દ્વેષ વધારે સતેજ થયા અને તે મરીને વ્યંતર થતાં જૈન સ ંઘમાં મહામારીના ઉપદ્રવ