________________
૭૦
ઉવસગ્ગહરે તેત્ર શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું: “અમે તે સર્વ જીવો ઉપર દયા રાખીએ છીએ, પણ તમારા અન્યાયી કૃત્યથી શાસનદેવ કેપ્યા લાગે છે. હવે આ બ્રાહ્મણ પંડિતાએ બચવું હોય તે એક જ ઉપાય છે કે તેમણે જિન ધર્મની સાધુદીક્ષા લેવી. જે આ વાત મંજૂર હોય તે અમે શાસનદેવને એ બાબતની વિનંતિ કરીએ.”
આ જગતમાં માણસોને જીવથી વધારે વહાલું શું છે? એ શરત મંજૂર રાખવામાં આવી. એટલે શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કરેણની બીજી લાકડી ઉલટી ફેરવી કે દરેકની ગરદન સીધી થઈ ગઈ અને મુખમાંથી લેહી પડતું બંધ થઈ ગયું.
રાજાએ તે જ વખતે પેલે હકમ પાછો ખેંચી લીધે અને હવે પછી કઈ સાધુ-સંતને તકલીફ થાય તેવું વર્તન નહિ કરવાની બાંહેધરી આપી.
શ્રી સંઘને ઘણો હર્ષ થયે. પછી પેલા ૫૦૦ બ્રાહ્મણને, શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય પિતાની સાથે ભરૂચ લઈ આવ્યા અને ત્યાં તેમને દીક્ષા આપવામાં આવી.
તાત્પર્ય કે જ્યાં ઘેર અન્યાય થતો હોય, સાધુ-સંતો તકલીફમાં મૂકાતા હોય અને અન્ય કેઈ ઉપાય કામ લાગત ન હોય, ત્યાં આવી ઉચાટનાદિ ક્રિયાઓ કારગત થાય છે અને તે અહિંસા પ્રિય મુનિઓને દુભાતા દિલે કરવી પડે છે.
જે મંત્રશક્તિથી સામી વ્યક્તિનું તરત કે અમુક કાળ પછી મરણ થાય તેને મારણકર્મ કહેવામાં આવે છે. છ યે