________________
મંત્રશક્તિને સદુપયેગ
૬૯ આ સાંભળી રાજા હર્ષ પામ્યો અને તેણે બીજા દિવસે રીતસર રાજસભા ભરી તેમાં પ૦૦ બ્રાહ્મણ વિદ્વાનેને હાજર રાખ્યા.
શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાય, ભેડા જૈન મુનિઓ તથા સંઘના કેટલાક આગેવાનો એ રાજસભામાં હાજર થયા. ત્યાં શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે રાજાને ઉદ્દેશીને કહ્યું કે “હે રાજન્ ! અમે તમારી આજ્ઞાનુસાર બ્રાહ્મણ વિદ્વાનોને વંદન કરવા ઈચ્છીએ છીએ, પણ તેઓ બે ભાગમાં બેઠેલા છે, એટલે પ્રથમ પૂર્વાભિમુખને વંદન કરીએ કે પશ્ચિમાભિમુખને ?”
રાજાએ કહ્યું: “તમને ઠીક લાગે તેને પ્રથમ વંદન કરે.” એટલે શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયે કરેણની એક લાકડી પૂર્વાભિમુખ બેઠેલા બ્રાહ્મણ સામે ફેવી કે તે બધાની ગરદનો મરડાઈને પશ્ચિમાભિમુખ થઈ ગઈ અને તેઓ મુખમાંથી લેહી વસવા લાગ્યા.
પછી પશ્ચિમાભિમુખ બેઠેલાઓની સામે એ લાકડી ફેરવી કે તેમની ગરદન મરડાઈને પૂર્વાભિમુખ થઈ ગઈ અને તે બધા પણ લેહી વમવા લાગ્યા. આથી ત્યાં થેડી જ વારમાં હાહાકાર મચી ગયો.
રાજાની વિવલતાને પાર ન હતે. છતાં તેણે પિતાના મનને કૅક સ્વસ્થ કરીને બે હાથ જોડવાપૂર્વક તથા મસ્તક નમાવવાપૂર્વક શ્રી દેવેન્દ્ર ઉપાધ્યાયને વિનંતિ કરી કે “આપ તે મહામુનિ છે, દયાના ભંડાર છે, તો દયા કરે અને આ બધા બ્રાહ્મણને જીવ બચાવે.”