________________
ઉવસગ્ગહરે તેત્ર વાદીને આશ્રય લીધે, તેણે એને અમુક પ્રકારની મંત્રગણુના કરવા કહ્યું અને થોડા જ વખતમાં પિલા ગૃહસ્થના મનનું પરિવર્તન થયું, એટલે કે ફરી તેને આ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થયું અને તેને પિયરથી બોલાવી લીધી. ત્યાર પછી એમને સંસાર સુખપૂર્વક ચાલવા લાગે.
પરંતુ વશ્યકર્મમાં ભયસ્થાને અવશ્ય છે. જે કઈ સ્વાથી દુષ્ટ વૃત્તિના માણસને વશીકરણુવિદ્યા સિદ્ધ થઈ જાય તો તેઓ અનેક વ્યક્તિઓને પિતાના ફંદામાં ફસાવી શકે છે અને તેમની પાસેથી મનગમતું કામ લઈ શકે છે. આપણે વર્તમાનપત્રોમાં ઘણી વાર વાંચીએ છીએ કે અમુક બાવાએ કે બાવાને વેશ ધારણ કરનાર કોઈ પણ દુર્જને અમુક વ્યક્તિના ગળામાં કાળો દોરે નાખી દીધું કે તે વ્યક્તિ ભાન ભૂલી ગઈ અને પછી તેની પાછળ જ ચાલવા લાગી કે તે કહે તેમ કરવા લાગી. અથવા તો અમુક રંગના કાચ બતાવવાથી કે રૂમાલ સુંઘાડવાથી કે સરનામું વાંચી આપો” એવું બહાનું કાઢી અમુક કાગળ ધરવાથી પણ અમુક વ્યક્તિ ભાન ભૂલી ગઈ અને તે પેલાના કાબૂમાં આવી ગઈ વગેરે.
મંત્રશક્તિને આ યંકર દુરુપયોગ છે અને તેટલા માટે જ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ મંત્રરૂપી સાધન જે-તેને આપવું નહિ. જે આપશે તે નરકમાં જશે વગેરે.
શક્તિ બેધારી તલવાર જેવી છે. તેને જે તરફ ઉપયોગ કરવા ધારીએ, તે તરફ થઈ શકે. પણ સુજ્ઞજનેએ તે તેને સદુપયોગ કરવા તરફ જ લક્ષ્ય આપવું જોઈએ.