________________
મંત્રશક્તિને સદુપયોગ
જે મંત્રશક્તિને પ્રયોગ કરતાં વિરોધી વ્યક્તિઓના સમૂહમાં ફાટફૂટ પડે અને એ રીતે એમનું વિઘાતક બળ તૂટી જાય તેને વિદ્વેષણ કર્મ કહે છે. રાજ્યનું રક્ષણ કરવા માટે કે અનુચિત સંગઠન તેડવા માટે આવા પ્રગોની જરૂર પડતી અને તે વખતે રાજાઓ કે સમાજના સૂત્રધાર મંત્રવાદી મહાપુરુષોનું શરણુ શોધતા અને તેઓ પણ રાષ્ટ્રહિત–લેકહિતને વિચાર કરીને એ પ્રેમ કરી બતાવતા. આને પણ આપણે મંત્રશક્તિને સદુપયોગ જ સમજવો જોઈએ, કારણ કે તે કલ્યાણબુદ્ધિથી કરવામાં આવતો અને તેથી પ્રજાનું હિત રાચવાતું. પરંતુ આ જ કર્મ ક્ષુદ્ર સ્વાર્થભાવનાને વશ થઈને કરવામાં આવે તે ઈષ્ટ નથી.
રાજસ્થાનના એક ગામને આ કિરસે છે કે જ્યારે મુસલમાનેએ એ ગામ પર હલ્લો કરવાનો વિચાર કર્યો અને તેઓ મોટી સંખ્યામાં એકત્ર થવા લાગ્યા તથા હથિયાર એકઠા કરવા મંડયા. આથી ગામ લોકો ગભરાયા, કારણકે તેઓ તેમને સફળ સામનો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. બહુ વિચાર પછી તેઓ એ ગામમાં વસતા એક કબીરપંથી સાધુ પાસે ગયા અને આ સ્થિતિનું નિવારણ કરવા વિનંતિ કરી. પિલા સાધુએ એજ વખતે મંત્રપાઠ કર્યો અને ગામલેકને જણાવ્યું કે “તમે નિશ્ચિંત રહો, એ બધા કાલે વિખરાઈ જશે.” તાત્પર્ય કે એ સાધુએ મંત્રશક્તિથી વિદ્વેષણ પ્રગ કર્યો, એટલે તેના આગેવાનેમાં ભારે ફૂટ પડી અને તેઓ ઘણી ચર્ચા-વિચારણાના અંતે “હાલ આ ગામ પર હલ્લો ન કરવો” એવા નિર્ણય પર આવી વિખરાઈ ગયા.