________________
મંત્રશક્તિને સદુપયોગ શક્તિને આશ્રય લીધેલે, પણ શ્વેતામ્બર આચાર્યો મંત્રશક્તિમાં કમ ન હતા. તેમણે એને મંત્રશક્તિથી જવાબ વાળે અને આખરે કુમુદચંદ્ર પરાજિત થયે.
આબુવાળા શ્રી શાંતિવિજયજી મહારાજ રબારીના કુળ માંથી આવેલા અને ખાસ ભણતર કંઈ જ ન હતું. તેઓ ગુજરાતી અને રાજસ્થાની ભાષાની મિશ્રણવાળી ભાષા બેલતા. પણ તેમણે એવી મંત્ર પાસના કરી કે જેના લીધે હજારે લોકોનું તેમના પ્રત્યે આકર્ષણ થયું અને મેટા મેટા શ્રીમંતે. તથા રાજા-મહારાજાઓ પણ તેમનાં દર્શને આવવા લાગ્યા. ઉપરાંત કેટલાક વિદેશી લોકોને પણ તેમનું આકર્ષણ થયું અને તેમાંના કેઈકે તો ત્યાં સુધી કહ્યું કે-“Really Shri Shantivijayji is God–ખરેખર! શ્રી શાંતિવિજ્યજી મહારાજ પ્રભુ છે.”
સંસારી જીવનમાં કેટલીક વાર નહિ ધારેલા એવા દુઃખદ પ્રસંગ આવી પડે છે, તેનું નિવારણ કરવામાં વશ્ય કર્મ ઉપયોગી થાય છે. દાખલા તરીકે એક ગૃહસ્થ કેઈ પણ. તુચ્છ કારણસર પોતાની સ્ત્રીને તરછોડી અને ફરી તેને ન બોલાવવાની મનમાં ગાંઠ વાળી, તેના પિયર મોકલી આપી. આથી તે સ્ત્રીને ઘણું દુઃખ થયું. તેના મા-બાપે તથા સગાંવહાલાઓએ એ ગૃહસ્થને ઘણું ઘણું સમજાવ્યા, છતાં તે એકને બે ન થયે. વચ્ચે જ્ઞાતિના ડાહ્યા માણસે પડ્યા, છતાં તેણે પિતાનું વલણ ન બદલ્યું. આ સ્થિતિમાં સાત વર્ષ વ્યતીત થઈ ગયાં. આખરે આ બહેને એક જૈન મંત્ર