________________
મંત્રશક્તિને સદુપયોગ
૫૯ નાડૂલ નગરીમાં શ્રી માનદેવસૂરિ વિરાજે છે, તેમના ચરણના પ્રક્ષાલનજલને તમારા મકાનમાં છંટકાવ કરે, એટલે બધા ઉપદ્રવ શાંત થઈ જશે.”
આ વચનથી આશ્વાસન પામેલા સંઘે વરદત્ત નામના એક શ્રાવકને વિજ્ઞપ્તિપત્ર સાથે નાડૂલનગરે (નાડોલ–રાજસ્થાનમાં) શ્રી માનદેવસૂરિ પાસે મોકલ્યા.
સૂરિજી તપસ્વી, બ્રહ્મચારી અને મંત્રસિદ્ધ મહાપુરુષ હતા તથા લપકાર કરવાની પરમ નિષ્ઠાવાળા હતા. તેથી તેમણે “શાંતિ–સ્તવ” નામનું એક મંત્રયુક્ત, ચમત્કારિક અને શાંતિ કરવામાં નિમિત્તભૂત એવું સાધન (તંત્ર) સ્તોત્ર રૂપે બનાવી આપ્યું અને પગધેવ પણ આપ્યું. આ બંને વસ્તુ લઈને વરદત્ત શાકંભરી નગરીએ પહોંચે. ત્યાં પગધવણનું પાણું અને પાણી સાથે મિશ્રિત કરીને છાંટતાં તથા શાંતિ-સ્તવને પાઠ કરતાં મહામારીને ઉપદ્રવ શાંત થઈ ગયે.
આને પણ આપણે મંત્રશક્તિનો સદુપયે જ કહી ૧ આ સ્તવ ૧૯ ગાથાનું છે અને તે લઘુશાંતિ તરીકે પ્રસિદ્ધ છે. તે દેવસિક પ્રતિક્રમણ વખતે બેલાય છે તથા કોઈ પણ ઉપદ્રવના નિવારણ અથે પણ બોલાય છે. પ્રથમ સપ્તસ્મરણની ગણના થતી, તેમાં આ સ્તવ બોલવું. શ્રી હકીર્તિસૂરિએ તેને એથું સ્મરણ ગણી તેના પર વૃત્તિ રચેલી છે અને શ્રી સિદ્ધિચન્દ્રગણિએ તેને કહ્યું સ્મરણ ગણીને તેના પર વૃત્તિ રચેલી છે. આજે નવસ્મરણની ગણના થાય છે, તેમાં આ સ્તોત્ર બોલાતું નથી. અમે શ્રી પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકાના બીજા ભાગમાં તેના પર વિસ્તૃત વિવેચન કરેલું છે.