________________
૫૮
ઉવસગ્ગહરે તેત્ર છીએ. અમને ધન-માલની જરા પણ જરૂર નથી. અમે તે. એટલું જ ઇચ્છીએ છીએ કે તું આજથી જ અરિહંત દેવની તથા નિગ્રંથ ગુરુઓની ભક્તિ કરવા માંડ, જેથી તારું કલ્યાણ થશે.”
અને મુફંડ રાજાએ તે જ વખતે જૈન ધર્મને સ્વીકાર કર્યો. તેના પગલે બીજા પણ હજારો મનુષ્ય જૈન ધમી બન્યા અને જૈન ધર્મનું પાલન કરવા લાગ્યા.
આને પણ આપણે મંત્રશક્તિને સદુપયોગ જ કહી શકીએ, કારણ કે તેનાથી એક દુઃખીના દર્દનું નિવારણ થયું અને તેનું પરિણામ ધર્મભાવનાની અભિવૃદ્ધિમાં આવ્યું.
વીરનિર્વાણની સાતમી સદીના અંત ભાગે શાકંભરી નગરીમાં કોઈ પણ કારણે કુપિત થયેલી શાકિનીએ મહામારીને ઉપદ્રવ ફેલાવ્યો. એ ઉપદ્રવ એટલે ભારે હતો કે તેમાં ઔષધે કે વૈદ્યો કાંઈ પણ કામ આપી શક્યા ન હતા. તેથી માણસે ટપોટપ મરવા લાગ્યા અને આખી નગરી સ્મશાન જેવી ભયંકર જણાવા લાગી. - આ પરિસ્થિતિમાં કેટલાક સુરક્ષિત રહેલા શ્રાવકે જિનચૈત્યમાં એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે આ શું થવા બેઠું છે? આજે સંઘના દુર્ભાગ્યે કપર્દીયક્ષ, અંબિકા દેવી, બ્રહ્મશાંતિ યક્ષ, યક્ષરાજ તથા વિદ્યાદેવીઓ પણ અદશ્ય થઈ ગએલી જણાય છે, અન્યથા આપણું હાલત આવી હેય નહિ. હવે શું કરવું?”
' તેઓ આ રીતે ચિંતામાં મગ્ન બન્યા, ત્યારે અંતરીક્ષમાંથી અવાજ આવ્યું કે તમે ચિંતા શા માટે કરે છે ?