________________
મંત્રશક્તિના સદુપયોગ
૧૭
ગુરુએ પેલા ગૃહસ્થને જે મંત્રપટ આપ્યા, તે સિદ્ધ કરેલા હતા અને તેના પર લાખા મંત્રા ચડી ચૂકેલા હતા. વળી તેમણે સુખી થવાના અંતરથી આશીર્વાદ પણ આપ્યા હતા, એટલે તેનુ પરિણામ આ રીતે આપત્તિના નિવારણમાં અને ચિત્તને શાંતિ પ્રાપ્ત થવામાં આવ્યું.
પાટલીપુત્રના રાજા મુરુડને મસ્તકના દુ:ખાવા ઉપડયો. તે કોઈ વઘ મટાડી શકો નહિ. એવામાં ત્યાં શ્રીપાદલિપ્તસૂરિની પધરામણી થઈ. કોઇએ રાજાને કહ્યું કે નાના આ આચાય મહામંત્રવાદી છે અને તે તમારા મસ્તકના દુઃખાવે અવશ્ય મટાડશે. એટલે રાજાએ તેમને તેડવા મંત્રીઓને મોકલ્યા અને શ્રીપાદલિપ્તસૂરિ પણ લાભનું કારણ જાણી તેમની સાથે ચાલ્યા.
રાજમહેલમાં એક ઊંચા આસન પર તેમને બેસાડવામાં આવ્યા. મુરુડ રાજાએ તેમનાથી થાડે દૂર એક નીચી બેઠક ગ્રહણ કરી.
સૂરિજીએ કહ્યું : હે રાજન્! તમે મારી ટચલી આંગળી સામે જોઇ રહેા.’અને તેમણે પેાતાની ટચલી આંગળીને ગાળ ગાળ ભમાડવા માંડી. જેમ જેમ એ આંગળી ભમતી ગઇ, તેમ તેમ રાજાના મસ્તકના દુઃખાવેા ઘટતા ગયા અને થોડી વારમાં તે તે મસ્તકના દુઃખાવામાંથી તદ્ન મુક્ત થઈ ગયા. તેના હુઈના પાર રહ્યો નહિ. તે સૂરિજીને પગે પત્રો અને પેાતાને કંઈ પણ આજ્ઞા કરવાની વિનંતિ કરી.
સૂરિજીએ કહ્યું : · હે રાજન! અમે ત્યાગી મુનિએ