________________
૫૬
ઉવસગ્ગહરં સ્તોત્ર
સચેાગે તેમના ધનનેા ક્ષય શરૂ થયા અને તેની ચિંતા તેમના મનને કોરી ખાવા લાગી. તેમની આ સ્થિતિ જોઇને ગુરુએ પૂછ્યું : · આમ કેમ ?’
એ ગૃહસ્થે ઉત્તર આપ્યા : કઈ નહિ’
(
ગુરુએ કહ્યું : હકીકત શું છે? તે મને જણાવા
ત્યારે એ ગૃહસ્થે દિલ ખેાલીને બધી વાત કહી અને એક ઊંડા નિસાસા નાખ્યા. આ પરથી ગુરુને લાગ્યું કે જો આને ટકાવીશું નહિ, તા સંઘને માટો ફટકો પડશે અને ધનાં અનેક કામે રડી પડશે, એટલે તેમણે પેાતાની મંત્રગણુના કરવાના ખાસ પટ એ ગૃહસ્થને આપ્યા અને તેને સામે રાખી પ્રતિક્રિન અમુક મંત્ર, અમુક વિધિએ ગણવાનું સૂચવ્યું.
પેલા ગૃહસ્થે તે મુજબ ગણુના કરવા માંડી, તે પરિસ્થિતિએ તરત જ પલટો લીધા અને ધનક્ષયની જગાએ ધનાગમ થવા લાગ્યા. પરિણામે થોડા જ વખતમાં એ ગૃહસ્થની ચિંતા ટળી ગઈ અને તે પહેલાં કરતાં પણ વધારે જુસ્સાથી ધાર્મિક કાર્યાં કરવા લાગ્યા. આજે તેમની સાતમી કે આડમી પેઢીના વંશજો પણ સુખી છે અને તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સારો ભાગ લે છે. આજથી ચૌદ-પંદર વર્ષ પહેલાં અમે જન સાહિત્યના સંશોધન અર્થે માળવાના પ્રવાસ ખેડ્યા, ત્યારે તેમના આ વંશજોને મળવાના તથા તેમણે અતિ ભક્તિભાવથી જાળવી રાખેલા પેલા મંત્રપટને જોવાના સુઅવસર અમને સાંપડ્યો હતા.