________________
તરફથી પ્રગટ થએલી ધર્મબંધગ્રન્થમાળાનાં વીશ પુસ્તકના પ્રેરક તેઓશ્રી જ હતા. ઉગતી જૈન પેઢી અને જેનેતોને સરળતાથી જૈન ધર્મના આચાર-વિચારનું જ્ઞાન થાય તે માટે કિશેરે, યુવાનો અને પ્રૌઢે માટેની ૬૦ પુસ્તકની જનામાંથી ૨૦ પ્રગટ થઈ શક્યાં. આ આ પુસ્તકો સારો આદર પામ્યાં હતાં.
પૂજય ગુરુદેવની સંમતિથી પ્રો. શ્રી હીરાલાલ કાપડીઆ હસ્તક પ્રાય સંસ્કૃત ભાષાના ગ્રન્થ તેના ટૂંકો પરિચય સાથે લખાવરાવ્યા છે. તેનો પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે. બીજા બે ભાગ છપાઈ રહ્યા છે. એકંદર બે હજાર પૂછમાં પ્રગટ થનારા આ બહુમૂલ્ય અને ખર્ચાળ પ્રકાશન પાછળ તેઓશ્રીની જ પ્રેરણા હતી. પૂજયશ્રીના ગુન્હેવા જ્ઞાન–સાહિત્યના પ્રેમી હોવાથી આ બધું કાર્ય થતું રહ્યું છે. જ્ઞાનકેષની યોજના :
પૂજયશ્રી, અનેક અભ્યાસીઓને જૈનધર્મમાં વધુમાં વધુ રસ લેતા કરવા હોય તો જૈનધર્મને લગતી ટૂંકી પણ સર્વાગી માહિતી જરૂરી ચિત્રો સાથે મળે તેવા “જ્ઞાનકોષ” ની અતિ આવશ્યકતા માને છે. વિ. સં. ૨૦૦૭માં ગોડીજીના ચાતુર્માસ પ્રસંગે તેઓશ્રીએ મુંબઈના આગેવાનો અને ટ્રસ્ટીવર્ગ આગળ આ યોજના પિતાને ગુરુદેવની નિશ્રામાં મળેલી સભામાં પાંચ લાખની પ્રાથમિક પેજના સાથે રજૂ કરી હતી, તે સહુને ગમી, પુનામાં કેન્દ્ર સ્થાપવું, પૂજયશ્રીએ ત્યાં જ રહેવું, આઠ વિદ્વાનોને રોકવા વગેરે નકકી થયેલું, અને બે વરસના ખર્ચની બાંહેધરી પણ મળેલી. પરંતુ વિહાર થયા બાદ એ યોજના સ્થિગિત બની ગઈ ત્યારબાદ પૂ. આગમપ્રભાકર મુનિવરશ્રી પુણ્યવિજ્યજી મહારાજને પૂજયશ્રીએ આ કાર્ય કરવા વિનંતિ કરતાં તેઓશ્રી તુરતજ સંમત થયા હતા અને એ દિશામાં પ્રગતિ પણ થઈ છે. અનેક આચાર્યોના કૃપાપાત્ર :
પૂજ્ય આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે પૂજય