________________
મુનિજીને સંપૂર્ણ લકપ્રકાશ સચિત્ર તૈયાર કરવાની જવાબદારી લેવા ૧૫ વરસ ઉપર સૂચવેલું. તેઓશ્રી પૂજયશ્રીના સહૃદયી મિત્ર છે અને સદાય સાથે રહીને આગમોના સંશોધનમાં સાથ-સહકાર આપે તેવું, ઈચ્છી રહ્યા છે. પૂ. મુનિજી સ્વ. સુરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, આગદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, વિદ્યમાનમાં પૂજ્ય આ. શ્રી વિજયસૂરિજી મહારાજ તથા પૂજય આ. શ્રી વિજય નંદનસૂરિજી મહારાજ તથા અન્ય અનેક આચાર્યો અને મુનિવરોના કૃપાપાત્ર બની શક્યા છે. પાલીતાણાનું આગમમંદિર કેવું બનાવવું વગેરે વિચારણામાં પૂ. શ્રી સાગરાનંદસૂરિજી સાથે મુનિજી પણ સામેલ હતા. મુનિજીએ જુદી ઢબની ચેજના બતાવી હતી, આગદ્ધારકશ્રીને તે પસંદ પડેલી, પણ વધુ ખરચાળ થવાની સંભાવનાથી સ્વીકારી ન હતી. નવીન પ્રસ્થાન :
ધાર્મિક અનુષાનો વગેરેમાં પણ તેમની પ્રતિભા ઝળક્યા વિના રહી નથી. વધારે સ્પષ્ટ કહીએ તો ઉપધાન-ઉજમણાં, ઉત્સવો–મહો
વો, ચંદરવા–પુઠિયાની રચનાઓ, શિલ્પ–કલા–આદિની રચના અને વ્યવસ્થામાં તેમણે નવીન પ્રસ્થનો કરેલાં છે અને આજે બહુધા તેનું જ અનુસરણ થાય છે.
આજના યુગમાં જિનશાસનની પ્રભાવના કેવી રીતે થઈ શકે ? તે માટે તેમણે ઘણું ચિંતન કરેલું છે. વળી તે અંગે યોગ્ય પ્રવૃત્તિઓ કરીને જૈન જનતાની, તેમજ રાષ્ટ્રનેતાઓની સારી એવી ચાહના. પ્રાપ્ત કરી લીધેલી છે. વિશ્વશાંતિ જૈન આરાધના સત્ર :
અષ્ટમહેની યુતિના પ્રસંગે ઉપદ્રવ નિવારણાર્થે “વિશ્વશાંતિ જૈન આરાધના સત્ર” ઉજવવાનો વિચાર પૂજ્ય ગુરુદેવ અને જૈન સંઘ સમક્ષ તેઓશ્રીએ રજૂ કર્યો હતો અને તેમના બંને કૃપાળુ આચાર્ય દેવોએ તેને સહર્ષ વધાવી લીધો હતો. પૂજ્ય ગુરુદેવોના સંપૂર્ણ