________________
૧૨
તેઓશ્રીએ સંપાદિત કરેલી કૃતિઓ અનેક છે, જેમાં કલ્પસૂત્રસુધિકા ટીકા, શ્રી યશોવિજય સ્મૃતિગ્રન્થ, આત્મકલ્યાણુમાળા, સજઝાયા તથા ઢાળિયાં, જિનેદ્રસ્તવનાવિલ ગુણ મેાહનમાળા, પૌષધવિધિ, ઋષિમ’ડલસ્તાત્ર, નવ્વાણુ યાત્રાની વિધિ વગેરેને સમાવેશ થાય છે. આ સિવાય યશેાભારતી જૈન પ્રકાશન સમિતિ તરફથી બહાર પડેલા ઐન્દ્રસ્તુતિ’ અને ‘યરોાદાહન' ગ્રંથનુ પણ તેમણે વિદ્વતાભયુ" સંપાદન કરેલુ છે. આ સંસ્થા તરફથી અદ્યાવધિ અપ્રકાશિત મહાપાધ્યાય શ્રી યજ્ઞેશવિજયજી મહારાજના ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કાવ્ય, આગમ, અલંકાર વગેરે વિષયને લગતાં વીશેક પુસ્તકાનું સંપાદનકાય' તેઓશ્રી કરી રહ્યા છે.
મંત્રશાસ્ત્રના પણ તે ઊંડા અભ્યાસી છે અને યંત્રા તથા મુદ્રા વિષે ઘણુ પ્રમાણભૂત જ્ઞાન ધરાવે છે, જે તેમણે વિવિધ પ્રકારે પ્રકાશિત કરેલા ૭ થી ૮ યંત્ર અને ઋષિમડલસ્તાત્રની વિશિષ્ટ આવૃત્તિ પરથી જણાઈ આવે છે.
શિલ્પ-સ્થાપત્યના ઊ'ડા અભ્યાસી :
શિલ્પ–સ્થાપત્યમાં પણ તેઓ ઘણા ઊંડા ઉતર્યાં છે અને તે અંગે નોંધપાત્ર જ્ઞાન ધરાવે છે, તે અંગે તેમણે જે વિશિષ્ટ સંગ્રહ કરેલા છે, તે એક સંગ્રહસ્થાનની ગરજ સારે એવે છે. શિલ્પકલાનુ એમનું માર્મિક જ્ઞાન કેવું છે? તેને પુરાવા વાલકેશ્વર જૈન મદિરમાં વિરાજમાન ભગવતી શ્રી પદ્માવતીદેવીની બેનમૂન મૂર્તિ અને ભગવાન શ્રી પાર્શ્વનાથજીનું અભૂતપૂર્વ મૂતિશિલ્પ છે. શિલ્પ અને કલાને લગતું અભિનવ સર્જન સતત ચાલુ જ છે, એટલું જ નહિ પણ તેઓશ્રી વર્ષાથી એક વિશાળ જૈન સંગ્રહસ્થાન ઊભું કરવાની પ્રસ્ખલ ભાવના સેવે છે.
સાહિત્યસર્જન માટેના અથાગ પ્રયાસો ઃ
અમારા હાથે લખાએલી અને વડોદરાની મુ. કે. જૈનમેાહનમાળા